Not Set/ કોસ્ટમેટીકનો વધુ ઉપયોગ બની શકે છે બિમારીનું કારણ

સ્ત્રીઓ સૌથી વધુ પ્રિય વસ્તુઓ છે તો એ છે કોસ્મેટિક. હા, દરેક આધુનિક જીવનમાં  સ્ત્રીઓ સુંદર દેખાવ માટે વિવિધ પ્રકારના કોસ્મેટિક પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે.પરંતું જો મહિલાઓ જો કોસ્મેટિક પ્રોડક્ટ્સનો વધુ ઉપયોગ કરશે તો  આરોગ્યની રીતે હેરાન થવાનો વારો આવશે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તમારી કોસ્મેટિક પ્રોડક્ટ્સ પણ તમને બીમાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તાજેતરના […]

Fashion & Beauty Lifestyle
ffb8e2093b5b3f1e47bef1d902536faf કોસ્ટમેટીકનો વધુ ઉપયોગ બની શકે છે બિમારીનું કારણ

સ્ત્રીઓ સૌથી વધુ પ્રિય વસ્તુઓ છે તો એ છે કોસ્મેટિક. હા, દરેક આધુનિક જીવનમાં  સ્ત્રીઓ સુંદર દેખાવ માટે વિવિધ પ્રકારના કોસ્મેટિક પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે.પરંતું જો મહિલાઓ જો કોસ્મેટિક પ્રોડક્ટ્સનો વધુ ઉપયોગ કરશે તો  આરોગ્યની રીતે હેરાન થવાનો વારો આવશે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે તમારી કોસ્મેટિક પ્રોડક્ટ્સ પણ તમને બીમાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તાજેતરના અભ્યાસમાં આની પુષ્ટિ કરવામાં આવી છે.

સ્ટડીની રિપોર્ટ્સ અનુસાર કોસ્મેટિક પ્રોડક્ટ્સમાંના રસાયણો મહિલાના પ્રજનન હોર્મોન્સ પર ખરાબ અસર કરે છે. સંશોધકો અનુસાર આ પહેલો અભ્યાસ છે જેમાં તંદુરસ્ત સ્ત્રીઓને હોર્મોન્સ પર કોસ્મેટિક પ્રોડક્ટ્સનો ઉપયોગથી નુકસાનકારક અસરો માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે.

આ અભ્યાસમાં એવું સૂચન કરવામાં આવ્યું છે કે જો સ્ત્રીઓ ઓછી માત્રામાં કોસ્મેટિક પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે તો પણ તે સ્ત્રીઓના પ્રજનન હોર્મોન સ્તરોને અસર કરે છે.

સંશોધકો કહે છે કે કોસ્મેટિક પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતી વખતે આપણે તેમાં રહેલા રસાયણો વિશેની માહિતી રાખવી જોઈએ. અહેવાલ મુજબ પરેબન રસાયણો મહિલાઓમાં એસ્ટ્રોજન હોર્મોનનું સ્તર વધારે છે.

સ્ટડીની રિપોર્ટ્સ એવું પણ જાણવા મળ્યું છે કે ચામડી પરની સૌથી ખરાબ અસર પ્રદૂષણની અસર છે, કોસ્મેટિકમાં રાસાયણિક ઉપસ્થિતિથી વધુ ખરાબ અસર થાય છે. આ સિવાય, કેટલાક રસાયણો પણ છે જે પ્રજનન હોર્મોન્સ ઘટાડે છે અને પછી કેટલાકમાંથી વધે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.