Not Set/ તીખી મકાઇની ભાજી, બનાવવાની રીત

સામગ્રી 2 આખી પીળી મકાઇના ડૂંડા , 10 નાના ગોળ ટુકડા કરેલા મીઠું  (સ્વાદાનુસાર) 2 ટેબલસ્પૂન હલકો ભૂક્કો કરેલી મગફળી 2 ટેબલસ્પૂન તેલ 1/2 કપ ઝીણા સમારેલા કાંદા 1 ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં 1 ટીસ્પૂન ઝીણું સમારેલું આદુ 1 કપ ઝીણા સમારેલા ટમેટા 1/2 ટીસ્પૂન મરચાં પાવડર 1/4 ટીસ્પૂન હળદર 2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર બનાવવાની રીત  એક પ્રેશર કુકરમાં જરૂરી પાણી સાથે મકાઇના ડૂંડા અને મીઠું મેળવી કુકરની એક […]

Food Lifestyle
mahh 1 તીખી મકાઇની ભાજી, બનાવવાની રીત

સામગ્રી

2 આખી પીળી મકાઇના ડૂંડા , 10 નાના ગોળ ટુકડા કરેલા
મીઠું  (સ્વાદાનુસાર)
2 ટેબલસ્પૂન હલકો ભૂક્કો કરેલી મગફળી
2 ટેબલસ્પૂન તેલ
1/2 કપ ઝીણા સમારેલા કાંદા
1 ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
1 ટીસ્પૂન ઝીણું સમારેલું આદુ
1 કપ ઝીણા સમારેલા ટમેટા
1/2 ટીસ્પૂન મરચાં પાવડર
1/4 ટીસ્પૂન હળદર
2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર

બનાવવાની રીત 

એક પ્રેશર કુકરમાં જરૂરી પાણી સાથે મકાઇના ડૂંડા અને મીઠું મેળવી કુકરની એક સીટી સુધી બાફી લો. કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો. તે પછી મકાઇને કાઢીને બાજુ પર રાખો.

એક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં કાંદા ઉમેરીને મધ્યમ તાપ પર 1 થી 2 મિનિટ સુધી સાંતળી લો. તે પછી તેમાં લીલા મરચાં અને આદુ નાંખી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.

તે પછી તેમાં ટમેટા, મરચાં પાવડર, હળદર અને 2 ટેબલસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરીને, મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી 4 થી 5 મિનિટ સુધી રાંધી લો.

તે પછી તેમાં અર્ધ-કચરી મગફળી, મીઠું અને 3/4 કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ 2 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.

છેલ્લે તેમાં બાફેલા મકાઇના ડૂંડા અને કોથમીર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ 2 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો. ગરમ ગરમ પીરસો.

mahh તીખી મકાઇની ભાજી, બનાવવાની રીત