Not Set/ જાણો, ઉત્તરાયણ પર તલ અને ગોળની મિઠાઇ ખાવાથી થતા ફાયદાઓ

અમદાવાદ, ઉત્તરાયણ પર વિશેષ કરીને તલસાંકળી, તલના લાડુ અને તલની ચીકી વિશેષ કરીને તલના વ્યંજન ખાવાનું મહાત્મય છે.ઉત્તરાયણના તહેવાર સાથે જોડાયેલી આ પરંપરા વગર ઉત્તરાયણના પર્વમાં અધુરાશ વર્તાય છે. તલ અને ગોળની મિઠાઇઓ ખાવા પાછળ ઠંડી સામે શરીરમાં આવશ્યક ગરમી જાળવવાનું વૈજ્ઞાનિક કારણ જોડાયેલું છે. ઉત્તરાયણમાં કેમ ખવાય છે તલ અને ગોળ વાસ્તવમાં શિયાળાની સિઝનમાં […]

Health & Fitness Lifestyle Navratri 2022
ko 9 જાણો, ઉત્તરાયણ પર તલ અને ગોળની મિઠાઇ ખાવાથી થતા ફાયદાઓ

અમદાવાદ,

ઉત્તરાયણ પર વિશેષ કરીને તલસાંકળી, તલના લાડુ અને તલની ચીકી વિશેષ કરીને તલના વ્યંજન ખાવાનું મહાત્મય છે.ઉત્તરાયણના તહેવાર સાથે જોડાયેલી આ પરંપરા વગર ઉત્તરાયણના પર્વમાં અધુરાશ વર્તાય છે.

તલ અને ગોળની મિઠાઇઓ ખાવા પાછળ ઠંડી સામે શરીરમાં આવશ્યક ગરમી જાળવવાનું વૈજ્ઞાનિક કારણ જોડાયેલું છે.

ઉત્તરાયણમાં કેમ ખવાય છે તલ અને ગોળ

વાસ્તવમાં શિયાળાની સિઝનમાં જ્યારે શરીરને ગરમીની જરૂર હોય છે ત્યારે તલ અને ગોળનું વ્યંજન આ કામ જોરદાર કરે છે.આ સીઝનમાં ગોળ ખાશો તો શરીરની આંતરિક ઠડી ભાગી જશે.એવી જ રીતે તલનું સેવન કરવાથી શરીરમાં પૂરતા પ્રમાણમાં તેલ પહોંચે છે અને જે આપણા શરીરને ગરમી પૂરી પાડે છે. વળી તલ હાઇ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે.

તલમાં કોપર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ઝિંક, વિટામીન બી 1 પ્રચુર માત્રામાં હોય છે. 1/4 કપ અથવા 36 ગ્રામ તલના બીજથી 206 કેલેરી ઊર્જા પ્રાપ્ત થાય છે. તલમાં એન્ટીઓક્સીડેન્ટ ગણ પણ મળી આવે છે, જે શરીરને બેક્ટેરિયા મુક્ત રાખે છે.

આ પ્રકારે ગોળની તાસીર પણ ગરમ હોય છે. તલ અને ગોળનું મિશ્રણ આપણા શરીરમાં જરૂરીયાત ગરમી પહોંચાડે છે. ગોળમાં મિનરલ્સ, કેલ્શિયમ, પ્રોટીન જેવા પોષક પદાર્થો જળવાઈ રહે છે. ગોળના સેવનથી હાડકાં મજબૂત થાય છે અને લોહીનું શુદ્ધિકરણ અને ઊર્જાનો સંચાર થાય છે.

આ જ કારણથી ઉત્તરાયણના દિવસોમાં ગોળ અને તલની ચીકી કે લાડુ બનાવીને ખાવામાં આવે છે.