Not Set/ કોફી વિથ કરણ વિવાદ : હાર્દિક-રાહુલને સ્થાને વિજય શંકર અને શુભમન ગીલનો સમાવેશ 

મુંબઈ ટીવીમાં કોફી વિથ કરણ ટોક શો દરમ્યાન મહિલાઓ વિશે અજુગતી કમેન્ટ કરનાર હાર્દિક પંડયા અને કેએલ રાહુલને ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરિઝમાંથી પડતા મુકાયા બાદ હવે ટીમ ઇન્ડિયામાં બે નવા ચહેરા સમાવવામાં આવ્યા છે. બીસીસીઆઈએ હાર્દિક પંડ્યાની જગ્યાએ વિજય  શંકર અને કેએલ રાહુલની જગ્યાએ શુભમન ગિલને ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરિઝ માટે સિલેક્ટ કરવામાં આવ્યા છે. […]

Top Stories Trending Sports
hardik કોફી વિથ કરણ વિવાદ : હાર્દિક-રાહુલને સ્થાને વિજય શંકર અને શુભમન ગીલનો સમાવેશ 
મુંબઈ
ટીવીમાં કોફી વિથ કરણ ટોક શો દરમ્યાન મહિલાઓ વિશે અજુગતી કમેન્ટ કરનાર હાર્દિક પંડયા અને કેએલ રાહુલને ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરિઝમાંથી પડતા મુકાયા બાદ હવે ટીમ ઇન્ડિયામાં બે નવા ચહેરા સમાવવામાં આવ્યા છે.
બીસીસીઆઈએ હાર્દિક પંડ્યાની જગ્યાએ વિજય  શંકર અને કેએલ રાહુલની જગ્યાએ શુભમન ગિલને ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરિઝ માટે સિલેક્ટ કરવામાં આવ્યા છે.
વિજય શકર એડીલેડમાં રમાનારી બીજી વનડેમાં જોડાશે.જયારે શુભમન ગીલ ન્યૂઝીલેન્ડ સામેની સીરીઝમાં ટીમનો હિસ્સો બનશે.
ઓસ્ટ્રેલિયામાં વનડે સીરિઝ પત્યા પછી ટીમ ઇન્ડિયા 23 જાન્યુઆરીથી ન્યૂઝીલેન્ડમાં 5 વનડે સીરીઝ રમશે.શુભમન ગિલને ન્યૂઝીલેન્ડમાં વનડે અને ટી 20 સીરિઝ માટે પસંદ કરવામાં આવ્યો છે.
વિજય શંકર ટીમ ઇન્ડિયા માટે પાંચ ઇન્ટરનેશનલ ટી20 મેચ રમી ચુક્યો છે અને એણે 3 વિકેટ પણ લીધી છે.વિજયે ફર્સ્ટ કલાસ ક્રિકેટમાં 41 મેચોમાં 1630 રન બનાવીને 32 વિકેટો લીધી છે.
2018ના અંડર 19 વર્લ્ડ કપ હીરો રહી ચૂકેલા શુભમન ગીલ ભારત માટે પહેલીવાર ઇન્ટરનેશનલ મેચ રમશે.
શુબમન ગીલ 2018માં આઇપીએલમાં કોલકાતા તરફથી રમ્યો હતો.ફર્સ્ટ કલાસ ક્રિકેટમાં તે પંજાબ તરફથી રમે છે.હાલમાં જ ગીલે રણજી ટ્રોફીમાં તામિલનાડુ સામે 268 રનની શાનદાર ઈનિંગ્સ રમી હતી. શુભમને રણજી ટ્રોફીમાં પાંચ મેચોમાં 2 સદી અને 4 અર્ધસદી સાથે 728 રન કર્યા હતા