જાણવા જેવું/ ટાઈપ 1 અને ટાઈપ 2 ડાયબિટીસ એક બીજાથી કેટલા અલગ, જાણો તેના પ્રારંભિક લક્ષણો અને કારણ

સામાન્ય લોકો ઘણીવાર ટાઈપ 1 અને ટાઈપ 2 ડાયાબિટીસ વચ્ચેનો અંતર સમજી શકતા નથી. આ લેખ દ્વારા અમે તમને તેના પ્રારંભિક લક્ષણો અને કારણો જણાવીશું.

Health & Fitness Lifestyle
પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 02 03T200032.718 ટાઈપ 1 અને ટાઈપ 2 ડાયબિટીસ એક બીજાથી કેટલા અલગ, જાણો તેના પ્રારંભિક લક્ષણો અને કારણ

વિશ્વભરમાં ડાયબિટીસના મરીજોના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. ખાસ કરીને આજકાલ યુવાનો આ રોગના દર્દી બની રહ્યા છે. આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે ખરાબ જીવનશૈલી અને ખાનપાનને કારણે યુવાનોમાં આ રોગનું જોખમ વધી રહ્યું છે. જેમ તમે જાણો છો કે ડાયાબિટીસ બે પ્રકારના હોય છે. ટાઈપ 1 અને ટાઈપ 2 ડાયાબિટીસ. જો કે, સામાન્ય લોકો આ બંને વચ્ચેનો અંતર સમજી શકતા નથી. આ લેખ દ્વારા તમને તેના પ્રારંભિક લક્ષણો અને કારણો જણાવીશું. ખરાબ જીવનશૈલી અને ખાવા-પીવાની ટેવોના કારણે મોટાભાગના યુવાનો ડાયાબિટીસનો શિકાર બનતા જોવા મળી રહ્યા છે. જેમ કે ડાયાબિટીસના બે પ્રકાર છે, ટાઈપ 1 અને ટાઈપ 2.

ટાઇપ-1 અને ટાઇપ-2 ડાયાબિટીસના લક્ષણો

પ્રકાર 1 અને પ્રકાર 2 ડાયાબિટીસના લક્ષણો સમાન હોય છે. તેના લક્ષણો એક વ્યક્તિથી બીજા વ્યક્તિ પર અલગ અલગ રીતે દેખાય છે. ટાઈપ-2 ડાયાબિટીસના લક્ષણો શરીર પર તરત દેખાતા નથી. લક્ષણો દેખાવામાં ઘણા વર્ષો લાગે છે. ટાઈપ-1 ડાયાબિટીસના લક્ષણો શરીર પર તરત જ દેખાય છે. આ સામાન્ય લક્ષણો ડાયાબિટીસમાં જોવા મળે છે

વારંવાર પેશાબ 
વારંવાર તરસ લાગવી
ખૂબ જ ભૂખ લાગવી
નબળાઈ અનુભવવી
ઝાંખુ દેખાવવું
વાગેલા પર રૂજ આવવામાં વાર લાગવી
સ્વભાવમાં ચીડિયાપણું
મૂડ સ્વિંગ
અચાનક વજન ઘટવું
હાથ અને પગમાં કળતર
હાથ અને પગમાં નિષ્ક્રિયતા

ડાયાબિટીસ પ્રકાર 1-2

ટાઇપ-1 ડાયાબિટીસ એક સ્વયંપ્રતિરક્ષા રોગ છે જે શરીરમાં અચાનક આવી જાય છે. જો માતાપિતામાંથી કોઈને ડાયાબિટીસ હોય તો જોખમ વધી શકે છે.

ટાઇપ-2 ડાયાબિટીસ સમયની સાથે વિકસે છે. લાઈફસ્ટાઈલમાં અને આહારમાં ગરબડની સાથે જાડાપણ અને કસરતનો અભાવ આના મુખ્ય કારણો માનવામાં આવે છે. ડાયાબિટીસનું જોખમ કોઈ પણ ઉંમરે થઈ શકે છે.

બંને ડાયાબિટીસથી કોને જોખમ હોય છે ?

ટાઈપ-1 ડાયાબિટીસને ટાઈપ-2 ડાયાબિટીસ કરતા ઓછો ખતરનાક હોય છે. ટાઇપ-1 ડાયાબિટીસનું જોખમ સંપૂર્ણપણે આનુવંશિક છે. આ રોગ બાળકો અને કિશોર અવસ્થમાં ફેલાય છે. તે જ સમયે, ખરાબ જીવનશૈલી અને ખાવાની આદતોને કારણે ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ રહેલું છે. આ સિવાય વધારે વજન અથવા જાડાપણ , ઓછી શારીરિક પ્રવૃત્તિ અને પ્રોસેસ્ડ ફૂડના વધુ પડતા સેવન કરવાને કારણે તે વધી શકે છે.

બંને પ્રકારના ડાયાબિટીસ વચ્ચેનો તફાવત:

ટાઇપ-1 અને ટાઇપ-2 ડાયાબિટીસ બંનેના લક્ષણો સમાન હોય છે. ડાયાબિટીસના કિસ્સામાં, વારંવાર પેશાબ આવવું, અસ્પષ્ટ દેખાવું, ઘા ધીમા રૂઝ આવવા અને સામાન્ય કરતાં વધુ ચેપ જોવા મળે છે.

કયું ડાયાબિટીસ વધુ ખતરનાક છે?

ટાઈપ 1 અને ટાઈપ 2 બંને પ્રકારના ડાયાબિટીસમાં હ્રદયની સમસ્યા, કિડનીની બીમારી, આંખની સમસ્યાઓ, ચેતા અને રક્તવાહિનીઓની નબળાઈ જેવી સમસ્યાઓ થઈ શકતી હોય છે. પ્રકાર 1 ડાયાબિટીસના દર્દીઓને તેમના જીવનભર ઇન્સ્યુલિન શોટની જરૂર પડી શકે છે. લાઈફસ્ટાઈલ અને ખોરાકમાં સુધારો કરીને ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ ઘટાડી શકાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:lung cancer/પુરુષોમાં ફેફસાના કેન્સરના કેસ મહિલાઓમાં સ્તન કેન્સરથી વધુ: WHOએ રિપોર્ટમાં આપી ચેતવણી

આ પણ વાંચો:What is Cervical Cancer/ગર્ભાશય કેન્સર કેવી રીતે ઓળખવું? જાણો સર્વાઇકલ કેન્સરના લક્ષણો અને સારવાર

આ પણ વાંચો:Tips for weight loss/શું તમારે પણ શરીરના આ ભાગ પર વધી છે ચરબી… તો 1 જ મહિનામાં મળશે આનાથી રાહત,અપનાવો આ ઘરગથ્થુ ઉપાય