Scam/ રાજકોટમાં નકલી ટિકિટ બુકીંગ કૌભાંડનું પર્દાફાશ,રેલવે પોલીસે 6 આરોપીઓની કરી ધરપકડ

રાજકોટમાંથી નકલી વર્ચ્યુઅલ નંબર પરથી ટિકિટ કૈાભાંડનો પર્દાફાશ થયો છે. આ સમગ્ર કૈાભાંડ રેલવે પોલીસે ઝડપી પાડ્યું છે. આ મામલે 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે

Top Stories Gujarat
5 53 રાજકોટમાં નકલી ટિકિટ બુકીંગ કૌભાંડનું પર્દાફાશ,રેલવે પોલીસે 6 આરોપીઓની કરી ધરપકડ
  • રાજકોટમાં ટિકિટ બુકીંગનું કૌભાંડ
  • નકલી વર્ચ્યુઅલ નંબરથી ટિકિટ બુકીંગનું કૌભાંડ
  • રેલવે પોલીસે ઝડપી પાડયું સમગ્ર કૌભાંડ
  • 6 આરોપીઓની રેલવે પોલીસે કરી ધરપકડ
  • ₹ 43 લાખની ટિકિટ કરવામાં આવી જપ્ત
  • રેલવે પોલીસે બાતમીના આધારે કૌભાંડનો કર્યો પર્દાફાશ
  • 1688 ટિકિટ કબજે કરવામાં આવી
  • કરોડોની ટિકિટ વેંચી રેલવેને ચુનો ચોપડ્યો હતો

રાજકોટમાંથી ટિકિટ બુકીંગ કૌભાંડનો પર્દાફાશના સમાચાર સામે આવી રહ્યા છે. આ કૌભાડમાં અનેક મુસાફરો સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી અને રેલવેને ભારે આર્થિક નુકશાન પહોચડતા હતા. રાજકોટમાંથી નકલી વર્ચ્યુઅલ નંબર પરથી ટિકિટ કૈાભાંડનો પર્દાફાશ થયો છે. આ સમગ્ર કૈાભાંડ રેલવે પોલીસે ઝડપી પાડ્યું છે. આ મામલે 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી 43 લાખ ની ટિકિટો જપ્ત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટમાં નકલી વર્ચ્યુઅલ નંબરથી ટિકિટ કૌભાંડ કરતા હોવાની બાતમી રેલવે પોલીસને્ મળી હતી ,આ બાતમીના આધારે પોલીસે દરોડા પાડિને 6 આરોપીઓને પક્ડી પાડ્યા હતા તેમની પાસેથી 43 લાખની ટિકિટ જપ્ત કરવામાં આવી હતી,આ નકલી ટિકિટ વેચીને રેલવેને કરોડોનો નુકશાન પહોચાડ્યો હતો.