ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે.ત્યારે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મૂશળધાર વરસાદ વરસ્યો છે. જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં હળવોથી ભારે વરસાદ નોંધાયો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 184 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં નવસારી અને વલસાડ જિલ્લામાં સૌથી વધારે વરસાદ નોંધાયો હતો. વલસાડના પારડીમાં સૌથી વધુ સાત ઈંચ વરસાદ પડ્યો હતો જ્યારે નવસારમાં સતત ચોથા દિવસે ભારે વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે નવસારીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવાામાન વિભગના લેટેસ્ટ અપડેટ અનુસાર, સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને વલસાડ, નવસારી, સુરતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, જામનગરમાં ભારે વરસાદની આગાહી છે. તો ગીર સોમનાથ અને દીવમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. નવસારીમાં ભારે વરસાદને પગલે એનડીઆરએફની ટીમ પહોંચી ગઈ છે. આ ઉપરાંત માછીમારોને 4 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપી છે.
નવસારી
નવસારીમાં સતત ચોથા દિવસે મેઘરાજા મહેરબાન થયા છે.નવસારીના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ યથાવત્ જોવા મળી રહ્યો છે.24 કલાકમાં 6 તાલુકામાં એકથી 6 ઇંચ વરસાદ વરસ્યો છે.સૌથી વધુ ખેરગામ તાલુકામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો.ત્યારે હાલ પણ જિલ્લાના ત્રણ તાલુકાઓમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.તો અન્ય ત્રણ તાલુકાઓમા મધ્યમ વરસાદ વરસી રહ્યો છે.જેને કારણે નવસારી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ લગાવવામાં આવ્યો છે.જેને પગલે તંત્ર સતર્ક બન્યુ છે.
જસદણ
જસદણના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે..શહેરમાં 5 ઈંચ જેટલો વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા છે.ખેતરોમાં વાવણી લાયક વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે..જો કે વિંછીયા પંથકમાં આ વર્ષે પહેલો વરસાદ પડ્યો છે,,જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે..નદીઓમાં પાણી આવતા લોકો નદી કાંઠે ઉમટી પડ્યા હતા.
અરવલ્લી
અરવલ્લી જીલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે મોડાસા સહિત જીલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અને આ વરસતા વરસાદને લીધે અરવલ્લી અને મોડાસા જીલ્લાના વાતાવરણમાં ઠંડક પ્રસરી ચુકી છે અને બીજી તરફ ખેડૂતોમાં ખેતીલાયક વરસાદ થયો હોવાને લીધે ખુશીનો માહોલ જામ્યો છે.
સુરત
સુરતમાં ભારે વરસાદને કારણે વિયરકમ કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.વરસાદને કારણે તાપી નદીમાં નવા નીરની આવક થઈ છે.નવા નીરની આવકને પગલે કોઝવેની સપાટી પર પાણીનો વધારો થયો છે.પાણીની આવકને પગલે કોઝવે ઓવરફલો થવાની પણ શક્યતા છે વિયરકમ કોઝવેની સપાટી 6 મીટર જેટલી વધી છે, જેને કારણે લોકોમાટે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.
જૂનાગઢ
જૂનાગઢ જિલ્લામાં વરસાદી વાતાવરણ છવાયુ છે.ત્યારે અનેક ડેમોમાં વરસાદી પાણીની આવક થઈ છે.જેના કારણે ડેમોમાં પાણી ઓવરફ્લો થઈ રહ્યુ છે..ત્યારે આણંદપુરના ડેમના ડ્રોન વિડીયોનો નજારો જોવા લાયક છે.વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે.
બનાસકાંઠા
બનાસકાંઠાના પાલનપુરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.વરસાદની શરૂઆત થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.ઉપરાંત ખેડૂતોને પણ રાહત મળી છે.પાલનપુરમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે..ત્યારે ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે.
વલસાડ જિલ્લામાં વરસાદની હેલી યથાવત્ જોવા મળી રહી છે.તાલુકાના તમામ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે પારડીમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.નીચાણવાળા વિસ્તારોના રસ્તા પર પાણી ફરી વળ્યા છે.છેલ્લા 24 કલાકમાં વલસાડમાં 6.61 ઇંચ વરસાદ નોંધાયો છે.જેમાં ધરમપુરમાં 5.35 ઈંચ , પારડીમાં 6.65 ઇંચ, કપરાડામાં 3.34 ઈંચ , ઉમરગામમાં 4.92 ઇંચ,,અને વાપીમાં 5.23 ઇંચ વરસાદ વરસ્યો હતો.
આ પણ વાંચો: સુરતમાં 118 કરોડના ખર્ચે બનેલા બ્રિજ દોઢ મહિનામાં જ બેસી ગયો,બ્રિજ સેલની પોલ ખોલી દીધી
આ પણ વાંચો: સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર, રસ્તાઓ જળમગ્ન બન્યા મેયરે ઉતરવું પડ્યું મેદાનમાં
આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારમાં મૂશળધાર વરસાદ,નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા ટ્રાફિક જામ
આ પણ વાંચો: અમદાવાદમાં એક ઇંચ વરસાદે જ તંત્રની પોલ ખોલી
