જેદ્દાહઃ સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરમાં સ્થિત US Consulate attack યુએસ કોન્સ્યુલેટ પર આત્મઘાતી હુમલો થયો છે. તેના પગલે દૂતાવાસોની સુરક્ષા પર મોટો પ્રશ્ન ઉઠયો છે. આ હુમલામાં બેના મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે દૂતાવાસની ઇમારત પર હુમલો કરનાર હુમલાખોરનું પણ ક્રોસફાયરમાં મોત થયું હતું. તે જ સમયે, એક સુરક્ષાકર્મીનું પણ મૃત્યુ થયું હતું.
અમેરિકન વાણિજ્ય દૂતાવાસની સામે US Consulate attack ગોળીબારની ઘટના અંગે મક્કા પોલીસે કહ્યું કે આ ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તપાસ શરૂ કરી છે. હુમલાખોરની ઓળખ હજુ સુધી પુષ્ટિ થઈ નથી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હુમલો બુધવારે US Consulate attack સાંજે 6.45 કલાકે થયો હતો. જેદ્દાહમાં યુએસ કોન્સ્યુલેટની બિલ્ડિંગ પાસે કારમાં એક વ્યક્તિ રોકાયો. આ વ્યક્તિના હાથમાં બંદૂક હતી. કારમાંથી બહાર નીકળતાની સાથે જ આ વ્યક્તિએ ગોળીઓ ચલાવવાનું શરૂ કરી દીધું હતું. આવી સ્થિતિમાં, સુરક્ષા કર્મચારીઓને સ્વસ્થ થવાની વધુ તક મળી ન હતી, પરંતુ પરિસ્થિતિ અનુસાર, સુરક્ષા અધિકારીઓએ તેનો સામનો કરવા માટે તાત્કાલિક પગલાં લીધાં. આ કાર્યવાહીમાં સુરક્ષાદળોએ હુમલાખોરને ઠાર માર્યો હતો.
અમેરિકાના દૂતાવાસ પર હુમલો બહુ મોટી US Consulate attack ઘટના છે. તેના સમગ્ર વિશ્વમાં પડઘા પડતા હોય છે. પોલીસ આ ઘટનાની તલસ્પર્શી ધોરણે તપાસ કરી રહી છે અને સાઉદીની રાષ્ટ્રીય સંસ્થાઓએ પણ આ હુમલાને લઈને સઘન તપાસ હાથ ધરી છે. અમેરિકાએ પણ આ મુદ્દે સાઉદીનો સંપર્ક સાધ્યો છે અને આ ઘટનાની તપાસ માટે તેની એજન્સીઓને કામે લગાડી છે. આ હુમલાને સીરિયામાં અમેરિકાની કાર્યવાહી સાથે કોઈ સંબંધ છે કે નહી તે જોવામાં આવી રહ્યુ છે. આ સિવાય હાલમાં ચાલતા રશિયા-યુક્રેન યુદ્ધમાં પણ યુક્રેનના સમર્થનના એન્ગલની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ PM Modi-Meeting/ PM મોદીના નિવાસ્થાને પાંચ કલાક ચાલી બેઠકઃ આગામી ચૂંટણીઓની રણનીતિ પર વિચારવિમર્શ
આ પણ વાંચોઃ Karanataka/ KGF કોપીરાઈટ કેસમાં રાહુલ ગાંધી અને જયરામ રમેશને કોઈ રાહત નહીં, હાઇકોર્ટે FIR રદ કરવાનો કર્યો ઇનકાર
આ પણ વાંચોઃ પ્રહાર/ એસ જયશંકરે આતંકવાદ મુદ્દા પર પાકિસ્તાન પર કર્યા આકરા પ્રહાર,જાણો શું કહ્યું..
આ પણ વાંચોઃ RahulGandhi News/ દિલ્હીના કરોલ બાગ પાસે મેકેનિક સાથે રાહુલ ગાંધીએ જાણો શું કરી વાતચીત,જાણો
આ પણ વાંચોઃ Modi Cabinet Decision/ મોદી કેબિનેટે પીએમ-પ્રણામ યોજના અને નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનને મંજૂરી આપી,ખેડૂતો માટે પણ લીધા નિર્ણય
