Gandhinagar News/ સ્માર્ટ સિટી કે બીમાર સિટી? ગાંધીનગરમાં દૂષિત પાણીથી રોગચાળો વકર્યો

પાટનગર ગાંધીનગરમાં દૂષિત પાણી પીવાના કારણે રોગચાળો (Epidemic) વકર્યો છે

Gujarat Gandhinagar
Epidemic

Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં દૂષિત પાણી પીવાના કારણે રોગચાળો (Epidemic) વકર્યો છે. ટાઇફોઇડના કેસોમાં અચાનક જંગી ઉછાળો આવતા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. હાલ 100થી વધુ બાળકો સહિત અનેક લોકો સારવાર હેઠળ છે. સ્થિતિને ધ્યાનમાં રાખી સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક નવો વોર્ડ શરૂ કરવો પડ્યો છે.

નવી પાઇપલાઈનમાં ગટર ભળી જતાં રોગચાળો (Epidemic) વકર્યો

સ્માર્ટ સિટી યોજના અંતર્ગત કરોડોના ખર્ચે નાખવામાં આવેલી નવી પાણીની પાઇપલાઈનોમાં અનેક જગ્યાએ લીકેજ સામે આવ્યા છે. લીકેજના કારણે પીવાના પાણીમાં ગટરનું ગંદુ પાણી ભળી જતાં સેક્ટર-24, સેક્ટર-28 અને આદિવાડા વિસ્તાર રોગચાળા (Epidemic) ની ચપેટમાં આવી ગયા છે. સ્થાનિકો દ્વારા અગાઉ પણ ફરિયાદો કરવામાં આવી હતી, પરંતુ તંત્રની બેદરકારી સામે આવી છે.

40 ટીમો ઉતારાઈ, 38 હજારથી વધુ લોકોની તપાસ

રોગચાળો (Epidemic)કાબૂમાં લેવા માટે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ વર્કર અને આશાબહેનો સહિત 80થી વધુ સ્ટાફની 40 ટીમો દ્વારા અત્યાર સુધીમાં 10 હજારથી વધુ મકાનોમાં સર્વે કરી 38 હજારથી વધુ લોકોની તપાસ કરવામાં આવી છે.

RRTની તપાસમાં પાણી પીવા અયોગ્ય હોવાનું ખુલ્યું

રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા લેવાયેલા પાણીના સેમ્પલમાં પીવાનું પાણી અયોગ્ય હોવાનું સામે આવ્યું છે. બીમાર પડેલા દર્દીઓના વિડાલ ટેસ્ટ અને બ્લડ કલ્ચર રિપોર્ટમાં ટાઇફોઇડના બેક્ટેરિયા મળ્યા છે, જે દૂષિત પાણીના કારણે શરીરમાં પ્રવેશ્યા હોવાનું સ્પષ્ટ થયું છે.

3 દિવસમાં પોઝિટિવ કેસોમાં 50 ટકાનો વધારો

3 દિવસમાં પોઝિટિવ કેસોમાં 50 ટકાનો વધારો

સિવિલ તંત્રના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ દિવસમાં પોઝિટિવ કેસોના દરમાં 50 ટકા વધારો નોંધાયો છે. સૌથી વધુ અસર 1થી 16 વર્ષની વયના બાળકોમાં જોવા મળી રહી છે. હાલ 104 બાળકો F2 અને E2 વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે. કુલ 67 શંકાસ્પદ કેસો નોંધાયા હોવાનું તંત્રનો દાવો છે.

લક્ષણો પર રાખો નજર

  • હાઈ ગ્રેડ તાવ

  • પેટમાં દુખાવો

  • ઉલટી

પાણી ઉકાળીને પીવાની તંત્રની અપીલ

લોકોને પાણી ઉકાળીને પીવા, ખોરાકમાં સાવચેતી રાખવા અને સ્વચ્છતા જાળવવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 20 હજાર ક્લોરીન ટેબલેટ, 5 હજાર ORS પેકેટ અને 10 હજાર જનજાગૃતિ પત્રિકાઓ વહેંચવામાં આવી છે. 20 ડોકટરોની વિશેષ ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.

આંદોલનની ચીમકી

રોગચાળો(Epidemic) કાબૂમાં ન આવે અને દોષિત કોન્ટ્રાકટર તથા એજન્સીઓ સામે પગલાં ન લેવાય તો ગાંધીનગર શહેર વસાહત મહાસંઘે ઉગ્ર જનઆંદોલનની ચીમકી ઉચ્ચારી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: નિયમોનો ભંગ, ઉમરેઠમાં જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકતા રોગચાળો ફેલાવાનો ભય

આ પણ વાંચો: સુરતમાં પાણી-મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ બન્યો, ચારનાં મોત

આ પણ વાંચો: રાજકોટમાં વેગ પકડતો રોગચાળો, સામાન્ય તાવના 631 કેસ