Anand News/ નિયમોનો ભંગ, ઉમરેઠમાં જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકતા રોગચાળો ફેલાવાનો ભય

ઉમરેઠ શહેરના પ્લેટિનિયમ પ્લાઝા સામે અજાણ્યા શખ્સો દ્વારા મેડિકલ વેસ્ટ (Medical Waste)ખુલ્લામાં ફેંકાયું, જેમાં સોય, ઇન્જેક્શન બોટલ અને જોખમી પ્લાસ્ટિક સામેલ છે. સ્થાનિકો તંત્ર પાસેથી ઝડપી કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

Gujarat Others Trending
Medical Waste

Umreth Medical Waste News: એક તરફ સરકાર જાહેર આરોગ્ય માટે સ્વચ્છતા અને કચરાના યોગ્ય વ્યવસ્થાપન પર ભાર મૂકી રહી છે. લોકોને સુકો કચરો, ભીનો કચરો અને મેડિકલ વેસ્ટ અલગ રાખવાની સલાહ આપવામાં આવી રહી છે, ત્યારે બીજી બાજુ કેટલાક લોકો હજુ પણ જાહેર આરોગ્યની કોઈ પણ કદર કર્યા વિના કચરો મનમરજીથી  જ્યાં ત્યાં ફેંકી રહ્યા છે. આવી બેદરકારી જાહેર સ્વાસ્થ્ય માટે સૌથી મોટો જોખમ બની શકે છે. ખાસ કરીને, મેડિકલ વેસ્ટની વાત આવે તો તે માત્ર જોખમી જ નહીં, પણ ગંભીર અને ભયાનક પણ સાબિત થઈ શકે છે. આવા જ દ્રશ્યો ઉમરેઠ શહેરમાંથી સામે આવ્યા છે જ્યાં અત્યંત બેદરકારીથી અજાણ્યા શખ્સો દ્વારા રસ્તા પર ફેંકી દેવાયેલ મેડિકલ વેસ્ટનો ઢગલો જોવા મળ્યો છે.

Medical Waste ખુલ્લામાં ફેંકાતા સ્થાનિકોમાં રોષ

ઉમરેઠ શહેરના પ્લેટિનિયમ પ્લાઝા શોપિંગ સેન્ટર સામે અજાણ્યા શખ્સો દ્વારા ગંભીર પ્રકારનો મેડિકલ વેસ્ટ (Medical Waste) ખુલ્લામાં ફેંકી દેવામાં આવ્યો છે. આ ઘટનાથી સ્થાનિકોમાં ભારે રોષ અને ફફડાટ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર, કાંસમાં પડેલા કચરામાં વપરાયેલી સોય (Needles), ઇન્જેક્શન બોટલો, પ્લાસ્ટિક પાઇપો જેવા જોખમી તબીબી સાધનોનો સમાવેશ થાય છે, જે શહેરના રહેવાસીઓ અને પશુઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. ત્યારે હવે સૌથી મોટો સવાલ એ થાય છે કે આટલા મોટા પ્રમાણમાં મેડિકલ વેસ્ટ (Medical Waste) અહી કોણ ફેંકી ગયું?

ગાઇડલાઇનની સંપૂર્ણ અવગણના

સ્થાનિકોનો કહેવું છે કે, સામાન્ય રીતે મેડિકલ વેસ્ટનો નિકાલ સરકારની કડક ગાઇડલાઇન મુજબ કરવામાં આવવો જોઈએ, પરંતુ આ ઘટનામાં તેની સંપૂર્ણ અવગણના જોવા મળી રહી છે. ખુલ્લામાં પડેલી સોય અને બોટલોથી ચેપ લગવાનો ડર વધારે છે અને વરસાદી પાણીના નિકાલ માટેના કાંસમાં આવો કચરો હોવાથી પાણી દૂષિત થઈ રહ્યું છે.

દોષિતો સામે  કડક કાર્યવાહીની માગ 

સ્થાનિકો તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક કચરો દૂર કરાવો, આસપાસના CCTV ફૂટેજ તપાસીને જવાબદાર હોસ્પિટલ અથવા લેબોરેટરીની ઓળખ કરી દોષિતો સામે  કડક કાર્યવાહી કરો. આ પ્રકારની બેદરકારી સમગ્ર શહેરના સ્વાસ્થ્ય માટે મોટા જોખમરૂપ બની શકે છે.જાહેર આરોગ્યને જોખમમાં મૂકતી આ ઘટનામાં તંત્રની કાર્યવાહી કેટલા ઝડપી અને અસરકારક થશે તે જોવું રહ્યું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમરેલી : વધુ એકવાર જાહેરમાં ફેકાયો બાયો મેડિકલ વેસ્ટ

આ પણ વાંચો: ડોર ટુ ડોર કચરાની ગાડીમાં મેડિકલ વેસ્ટ નંખાતા હોબાળો

આ પણ વાંચો: ભાવનગરમાં મેડિકલ વેસ્ટ નિકાલના નિયમોના ધજાગરા ઉડ્યાં, તંત્રની બેદરકારીની પોલ ખુલી