Banaskantha News/ UPSCના પરિણામોમાં ગુજરાતીઓનો ડંકો, બનાસકાંઠાના યુવકે 507માં રેન્ક સાથે પરીક્ષા કરી પાસ

પાલનપુરના હાઇવે વિસ્તારમાં રહેતા શિક્ષક પુત્રએ  507 માં રેન્ક સાથે UPSC ક્લિયર કરતાં પરિવાર સહિતના લોકોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે.

Top Stories Gujarat Others

Banaskantha News: આજે દેશમાં યુપીએસસી પરીક્ષાનું પરિણામ જાહેર થયું.જેમાં બનાસકાંઠા જિલ્લાના પણ એક યુવકે UPSC ની પરીક્ષામાં મેદાન માર્યું છે. પાલનપુરના હાઇવે વિસ્તારમાં રહેતા શિક્ષક પુત્રએ  507 માં રેન્ક સાથે UPSC ક્લિયર કરતાં પરિવાર સહિતના લોકોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે.

દેશમાં આજે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસીની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે જેમાં કેટલાક ગુજરાતી સ્ટુડન્ટોએ આ પરીક્ષા ક્લિયર કરી છે જેમાં બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરના એક શિક્ષક પુત્ર એ પણ UPSC ક્લિયર કરી છે પાલનપુરના ભુતેડી ગામના મૂળ રહેવાસી અને પાલનપુરના હાઇવે સ્થિત એક ખાનગી સોસાયટીમાં રહેતા શિક્ષક કિશોરભાઈ બારોટના પુત્ર બ્રિજેશ બારોટ એ  દેશમાં 507 માં રેન્ક સાથે યુ પી એસ સી ની પરીક્ષા પાસ કરતા બારોટ પરિવાર સહિત લોકોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે.

મંતવ્ય ન્યુઝ સાથેની વાતચીતમાં બ્રિજેશ બારોટ એ જણાવ્યું કે યુપીએસસી ક્લિયર કરવી એ ખૂબ જ કઠિન હોય છે અગાઉ ચાર વખત પ્રયાસ કર્યો પરંતુ  તે પ્રયાસોમાં સફળતા ન મળી પરંતુ કહેવત છે કે મક્કમ મનોબળ વાળા વ્યક્તિને હિમાલય પણ નથી નડતો અને આ જ ગુજરાતી કહેવત પાલનપુરના બ્રિજેશ બારોટે સાર્થક કર્યું છે.

બ્રિજેશ બારોટના પિતાએ મંતવ્ય ન્યુઝ સાથેની વાતમાં જણાવ્યું કે આજના યુગમાં બાળકો સોશિયલ મીડિયા સાથે વધુ સમય વિતાવતા હોય છે જો બાળકો સોશિયલ મીડિયાથી દૂર રહે તો આવી પરીક્ષાઓ પાસ કરી શકે છે તો મંતવ્ય ન્યુઝ સાથેની વાતમાં બ્રિજેશ ની માતાએ જણાવ્યું કે અગાઉ બ્રિજેશ જ્યારે આ પરીક્ષાઓ ક્લિયર નહોતો કરી શક્યો તે સમયે ખૂબ જ દુઃખ થતું હતું પરંતુ હવે પુત્ર યુપીએસસી ક્લિયર કરી દેતા ખુશી સમાતી નથી.

@રમેશ પટેલ મંતવ્ય ન્યૂઝ


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પહેલા CA, હવે UPSC માં બીજા નંબરે, જાણો કોણ છે હર્ષિતા ગોયલ?

આ પણ વાંચો:UPSC 2025નું પરિણામ જાહેર,ટોપ 30માં 3 ગુજરાતીઓના નામ

આ પણ વાંચો:CCPA એ UPSC ના કોચિંગ સેન્ટર પર ₹ 3 લાખનો ફટકાર્યો દંડ