Navratri 2024/ નવરાત્રિ તહેવાર પર પાવાગઢ મંદિરમાં જાણો માતાજીના દર્શનનો સમય

પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા નવરાત્રિ તહેવારને લઈને દર્શનના સમયની જાહેરાત કરવામાં આવી છે. ઓક્ટોબર મહિનાની 3જી તારીખથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થશે

Top Stories Famous Temples to Visit Gujarat Dharma & Bhakti

Panchmahal News: પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા નવરાત્રિ તહેવારને લઈને દર્શનના સમયની જાહેરાત કરવામાં આવી છે. ઓક્ટોબર મહિનાની 3જી તારીખથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થશે. દરમ્યાન શ્રદ્ધાળુઓ શક્તિપીઠ એવા પાવાગઢમાં મહાકાળીના દર્શનનો લાભ લેતા હોય છે.

માતાના ભક્તોની સુવિધા માટે શ્રીકાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા નિજ મંદિરના દર્શન માટેના સમયની જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ નવરાત્રિના 9 દિવસ ઉપરાંત પૂનમ સુધી શ્રદ્ધાળુઓ માટે મંદિરના દર્શનના સમયમાં વધારો કર્યો છે.

પાવાગઢની ટોચ જય માતાજી . | The top of Pavagadh is Jai Mataji - Gujarat Samachar

પંચમહાલ જિલ્લામાં આવેલ શક્તિપીઠ પાવાગઢ મહાકાળીના મંદિરે ભક્તોની લાંબી લાઈનો લાગે છે. ખાસ કરીને વર્ષમાં આવતી ચાર નવરાત્રિમાં શ્રદ્ધાળુઓ મહાકાળીના દર્શન કરવાનું માહાત્મ્ય છે.શારદીય નવરાત્રિનો આરંભ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભક્તોને દર્શનનો વધુ લાભ મળે માટે મંદિરના દર્શનના સમયમાં મોટો બદલાવ કરાયો છે. ઉપરાંત મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રસાદની સાથે પાણી અને ભોજનની સુવિધા આપવાનો નિર્ણય કર્યો છે.

Pavagadh માં મંદિર સુધી જનારી લિફ્ટના કામનું થયું ખાતમુહૂર્ત, 20 કરોડના ખર્ચે 2 લિફ્ટ બનતા નહીં ચઢવાં પડે પગથિયા - Gujarati News | Lift leading to the temple in Pavagadh ...

શારદીય નવરાત્રિના પ્રથમ દિવસથી પૂનમ સુધી એટલે કે પંદર દિવસ સુધી શક્તિપીઠના દ્વાર વહેલા ખોલવામાં આવશે. પાવાગઢ મહાકાળી મંદિરના દ્વાર આ તહેવાર દરમ્યાન વહેલી સવારે 4.00 કલાકે ખોલવામાં આવશે અને રાત્રે 8.00 કલાકે બંધ કરવામાં આવશે. 10 દિવસ માટે નિજ મંદિરના દ્વાર સવારે 5:00 વાગ્યે ખોલવામાં આવશે અને રાત્રે 8:00 વાગ્યે બંધ કરવામાં આવનાર છે. નવરાત્રિના પ્રથમ દિવસે એટલે કે એકમના દિવસે (3 ઓક્ટોબર), ત્રીજના દિવસે (6 ઓક્ટોબર), આઠમના દિવસે (11 ઓક્ટોબર) અને દસમના દિવસે (દશેરા-13 ઓક્ટોબર) તેમજ પૂનમ (17 ઓક્ટોબર)ના દિવસે મંદિરના દ્વાર વહેલી સવારે 4.00 કલાકે ખોલવાનો મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરાયો છે. જ્યારે આ સિવાયના દિવસોમાં મહાકાળી મંદિરના દ્વાર વહેલી સવારે 5.00 કલાકે ખોલવામાં આવશે જેની ભક્તોએ ખાસ નોંધ લેવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: નીતિન ગડકરીને પીએમ પદની ઓફર કોણે કરી? સંજય રાઉતે આપ્યો સંકેત, કહ્યું- ત્યાગ કરવાથી જ સ્વતંત્રતા…

આ પણ વાંચો: CM એકનાથ શિંદે નોટોથી ભરેલ બેગ હેલિકોપ્ટરમાં નાસિક લઈ ગયા, સંજય રાઉતનો ગંભીર આરોપ

આ પણ વાંચો: સંજય રાઉતે પીએમ મોદીની સરખામણી ઔરંગઝેબ સાથે કરી, ભાજપે કહ્યું- જનતા જવાબ આપશે