15 લોકોના એક સમૂહે #MeToo જેવા #MenToo આંદોલનની શરૂઆત કરતા પુરુષોને કહ્યું કે, મહિલાઓ દ્વારા તેમના થયેલા યૌન શોષણ પર તેઓ ખુલીને બોલે. આ લોકોમાં ફ્રાન્સના એક રાજનેતા પણ સામેલ છે, જેમને 2017માં યૌન ઉત્પીડન મામલે અદાલતે છોડી મુક્યા હતા.
#MenToo આંદોલનની શરૂઆત બિન સરકારી સંગઠન ચિલ્ડ્રેન્સ રાઇટ્સ ઇનિશિયેટીવ ફોર શેર્ડ પેરેન્ટીંગ (ક્રિસ્પ) દ્વારા કરવામાં આવી છે. ક્રિસ્પના રાષ્ટ્રીય અધ્યક્ષ કુમાર વીએ કહ્યું કે, સમૂહ તટસ્થ કાયદાઓ માટે લડશે. એમણે માંગ કરી કે, #MeToo અભિયાન હેઠળ ખોટી ફરિયાદ દાખલ કરવાવાળા લોકોને સજા મેળવી જોઈએ.

પત્રકારો સાથેની વાતચીતમાં ફ્રાન્સના પૂર્વ રાજનેતા પાસ્કલ મજૂરિયાર, જેમના પર પોતાની પુત્રીના યૌન ઉત્પીડનનો આરોપ લાગ્યો હતો, પરંતુ 2017માં કોર્ટે એમને નિર્દોષ છોડી દીધા હતા, તેમણે કહ્યું કે, #MenToo આંદોલન #MeToo આંદોલનને જવાબ આપવા માટે નથી, પરંતુ આ પુરુષોની સમસ્યાઓનું સમાધાન કરશે, જેઓ મહિલાના અત્યાચાર વિરુદ્ધ નથી બોલતા.
