રાજસ્થાનના ભરતપુરથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ રંજીતા કોલી પર મોડી રાતે હુમલો થવાના સમાચાર મળ્યા છે. ભાજપના સાંસદ સામુહિક આરોગ્ય કેન્દ્રનું નિરીક્ષણ કરી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. રસ્તામાં ધારસોની ગામ નજીક કેટલાક બદમાસોએ તેમની કાર પર હુમલો કર્યો. જે બાદ રંજીતા કોલીને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો :કૌભાંડી મેહુલ ચોકસીની ધરપકડ અંગે તેના વકીલનું મોટું નિવેદન, કહ્યું – ચોકસીને ટોર્ચર કરાયો અને…
આપને જણાવી દઇએ કે, સાંસદે કેટલાક દિવસો પહેલા કોરોનાના આંકડા છુપાવવા બદલ રાજ્ય સરકારને સવાલ ઉઠાવ્યા હતા.
Rajasthan | Bharatpur MP Ranjeeta Koli's car attacked allegedly by miscreants in Dharsoni village during her visit to a health facility.
"While going to Weir health centre around 11.30 pm, suddenly 5-6 people came & attacked my car and also pelted stones," she said (27.05) pic.twitter.com/rDApmj98hJ
— ANI (@ANI) May 28, 2021
સાસંદની ટીમે આ ઘટના વિશે જણાવ્યું હતું કે હુમલો ખૂબ જ જોખમી હતો. હુમલો થતાં સાંસદ બેહોશ થઈ ગયા હતા. ઘટનાની તુરંત જ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ 45 મિનિટ પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સાંસદની ટીમે આરોપ લગાવ્યો હતો કે ભરતપુર કલેક્ટરને સતત કોલ કરવા છતાં પણ તેમના તરફથી ફોન ઉપાડવામાં આવ્યો ન હતો.
https://twitter.com/RanjeetaKoliMP/status/1397997372777529345?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1397997372777529345%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.tv9hindi.com%2Fstate%2Frajasthan%2Fbjp-mp-from-bharatpur-ranjeeta-koli-car-attacked-collector-did-not-pick-up-the-phone-672931.html
આ પણ વાંચો :કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કોરોનાની માર્ગદર્શિકા 30 જુન સુધી લંબાવી, જાણો કઇ બાબતોનું રાખવું પડશે ધ્યાન
જણાવી દઈએ કે ત્રણ દિવસ પહેલા સાંસદે તેમના સંસદીય ક્ષેત્ર ભરતપુરમાં કોરોનાની આરટી-પીસીઆર પરીક્ષણના અભાવના મુદ્દે મુખ્ય પ્રધાન અશોક ગેહલોતને પત્ર લખ્યો હતો. સાંસદે આક્ષેપ કર્યો છે કે, યોગ્ય પરીક્ષણ નંબરોના અભાવે આ વિસ્તારમાં કોરોના કેસ યોગ્ય રીતે શોધી શકાતા નથી. સાંસદે તેમના વિસ્તારમાં દરરોજ 5000 પરીક્ષણો લેવા માંગ કરી હતી.
આ પણ વાંચો :દેશમાં સેકન્ડ વેવના વળતા પાણી, રેકોર્ડ બ્રેક ટેસ્ટ છતાં 2 લાખથી ઓછા નવા કેસ નોધાયા

