Vadodra News:ગુજરાતમાં (Gujarat) નવરાત્રિનો (Navratri) ઉત્સાહ ચરમસીમાએ છે, પરંતુ ચોમાસાની વિદાય વચ્ચે ભારે વરસાદની (Rain) આગાહીએ ખેલૈયાઓની મજાને બગાડી દીધી છે. ખાસ કરીને વડોદરામાં (vadodra) યુનાઈટેડ વે ખાતે આયોજિત ગરબા મેદાનમાં વરસાદના કારણે ઉદ્ભવેલી કાદવ-કીચડની સ્થિતિએ મોટો વિવાદ સર્જ્યો છે. ખેલૈયાઓએ ગરબાના મેદાનની ખરાબ હાલતને કારણે રીફંડની માંગણી કરી અને હોબાળો મચાવ્યો, જેના કારણે ગરબાનો ઉત્સાહ ફિકો પડ્યો હતો.
યુનાઈટેડ વે ખાતેના ગરબા મેદાનમાં સતત વરસાદને કારણે કાદવ અને કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. આના કારણે ગરબા રમવા આવેલા ખેલૈયાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ઘણા ખેલૈયાઓ ગરબા રમતી વખતે કાદવમાં લપસી પડ્યા, જેના કારણે ઈજાઓ થવાનો ભય પણ સર્જાયો હતો.આ સ્થિતિથી કંટાળીને ખેલૈયાઓએ ગરબા મેદાન છોડી ફૂડ કોર્ટમાં ગરબે ઘૂમવાનું શરૂ કર્યું હતું. આ ઘટનાએ આયોજકોની બેદરકારીને ઉજાગર કરી, કારણ કે મેદાનની સ્થિતિ સુધારવા માટે કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નહોતી.ખેલૈયાઓએ રીફંડની માંગણી સાથે હોબાળો મચાવ્યો અને ગરબા રમવાનો સખ્ત ઈનકાર કર્યો.આયોજકોએ આની કોઈ વ્યવસ્થા કરવી જોઈએ.” આયોજકોએ ખેલૈયાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ લોકોનો ગુસ્સો શાંત થયો નહીં.

ગરબાના પાસ માટે આયોજકોએ ઓનલાઈન બુકિંગની સુવિધા શરૂ કરી હતી, જેનો હેતુ લોકોની સુવિધા વધારવાનો હતો. જોકે, ઓનલાઈન બુકિંગ કર્યા બાદ પણ ખેલૈયાઓને પાસ લેવા માટે રૂબરૂ સ્થળ પર આવવું પડ્યું, જેના કારણે મોટી ભીડ જામી હતી. કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડતાં લોકોમાં ભારે નારાજગી જોવા મળી.ભીડને નિયંત્રિત કરવા માટે આયોજકો દ્વારા કોઈ ચોક્કસ વ્યવસ્થા ન હોવાથી સ્થિતિ વધુ વણસી હતી. લોકોની નારાજગી અને હોબાળાને કારણે આયોજકો પર દબાણ વધ્યું હતું. ઘણા ખેલૈયાઓએ ઓનલાઈન બુકિંગની પ્રક્રિયાને “અવ્યવહારુ” અને “સમયનો બગાડ” ગણાવ્યો.
આ પણ વાંચો:વડોદરામાં લક્ષ્મી વિલાસ પેલેસના ગરબાના આયોજકોએ લઘુમતીને પાસ આપતા થયો વિવાદ
આ પણ વાંચો:વડોદરામાં ફરી એકવાર શહેરની શાંતિ ડહોડવાનો પ્રયાસ, જૂનીગઢી વિસ્તારમાં પથ્થરમારાની ઘટના
આ પણ વાંચો:વડોદરાના પોશ કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી સોસાયટીમાં લૂંટારાઓ ઘૂસ્યા, ઘરઘાટીને ઇજા
