મુંબઈ
બોલિવૂડમાં આવેલું #MeToo નું વાવાઝોડું હજુ પણ શાંત થયું નથી. યોગ ગુરુ ઈરા ત્રિવેદીએ પ્રખ્યાત લેખક ચેતન ભગત જે રીતે આરોપ લગાવ્યા હતા.જો કે તાજેતરની માહિતી અનુસાર ઈરા ત્રિવેદીએ ચેતન ભગત સાથે ઈમેલ પર થયેલ વાતચીત સાર્વજનિક કરી દીધી છે.
આપને જણાવી દઈએ કે પહેલા ચેતન ભગતએ ઈરાને ઈમેલ જાહેર કરતા કહ્યું હતું કે ત્રિવેદીએ તેમને ‘miss you, kiss you’ જેવો મેસેજ કર્યો હતો. આ પછી ઈરાએ આગળના મેસેજ જાહેર કર્યા છે.
ઈરાનો ચેતનને ઈમેલ…
જે ઈમેલનો સ્ક્રીનશોટ ચેતન ભગતે જાહેર કર્યો હતો તેમાં ઈરાએ તેના મેસેજમાં છેલ્લે ‘miss you, kiss you’ લખ્યું હતું.

ચેતનનો ઈરાને જવાબ…
આ ઈમેલનો રીપ્લાય આપતા ચેતન થોડીક વાતો કરી અને પછી ‘miss youના જવાબ થેક્સ કહ્યું અને kiss youના જવાબમાં લખ્યું કે કેમ માત્ર Figure of speech છે કે પછી અહીં કંઈ બદલાય રહ્યું છે?

ઈરાનો ચેતનને જવાબ..
ઇરાએ ચેતનને જવાબ આપતા બંને વચ્ચે યોગ ગુરૂને લઇને જે વાત થઇ તે રજુ કરી છે.

ચેતનનો ઈરાને જવાબ…
જોકે, આ આગળના ઈમેલમાં ચેતને યોગા ગુરુને લઇને વાતને આગળ વધારી. પરંતુ અંતમાં તેમને પૂછ્યું કે તેમના k (કિસ) વાળા સવાલનું શું થયું?

અહીં જાણો શું છે આખો મામલો?
રિયલમાં આ આખો મામલો #MeToo કેમ્પેન શરુ થયા પછી સામે આવ્યો હતો. જયારે ઈરા ત્રિવેદીએ ચેતન ભગત પર આરોપ લગાવ્યો હતો કે તેઓએ તેને તેમના રૂમમાં બોલીવીને કિસ કરવાની કોશિશ કરી હતી.
આ પછી ચેતન ભગતે ટ્વીટર પર ઈરાના ઈમેલના સ્ક્રીનશોટ શેર કર્યા હતા અને ઈરા પર જ આરોપ લગાવી દીધો હતો ત્યારથી જ બંને વચ્ચે વિવાદ થઇ રહ્યો છે.
