Ahmedabad News: અમદાવાદમાં મહિલા પોલીસકર્મી અકસ્માત મોત મામલો પોલીસે ગણતરીના દિવસમાં ઉકેલી લીધો છે. પોલીસે બે મહિલા પોલીસ કર્મચારીને હડફેટે લેનાર ટ્રક ડ્રાઇવરને ઝડપી લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન વખતે બંદોબસ્તમાં જઈ રહેલી મહિલા પોલીસ કર્મચારીની એક્ટિવાને ટ્રક ડ્રાઇવરે ટક્કર મારી હતી.

ટ્રકની અડફેટે મહિલા પોલીસ કર્મચારી સહિત બેના મોત થયા હતા. અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા ટ્રક ડ્રાઇવર રૂપમસિંહને દહેગામથી ઝડપવામાં આવ્યો છે. આરોપી ઘટના વખતે નશામાં હતો કે નહીં તેની તપાસ થશે. આરોપી અમદાવાદના ઓઢવ વિસ્તારનો રહેવી છે. અકસ્માત બાદ આરોપી રૂપમસિંહ ટ્રક લઈને નાસી ગયો હતો. પોલીસ દ્વારા આરોપીની ટ્રકને પણ કબ્જે કરવામાં આવી.

ગાંધીનગરના સાઇબર સેલમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ વિરલબેન રબારી અને 108માં ફરજ બજાવતા હિરલબેન રાજગોર સાંજના સમયે એક્ટિવા પર જઈ રહ્યા હતા. આ દરમિયાન નરોડા 108 ઇમરજન્સી સેન્ટર નજીક અજાણ્યા ડમ્પર ચાલકે તેમની એક્ટિવાને ટક્કર મારી હતી. તેના કારણે બંનેને ગંભીર ઇજા થઈ હતી. બંનેને ત્યાં હાજર પોલીસ તાત્કાલિક શેલ્બી હોસ્પિટલમાં લઈ ગઈ હતી. જો કે ગંભીર ઇજાના લીધે બંનેનું હોસ્પિટલમાં જ મોત થયું હતું. સમગ્ર બનાવ અંગે જી-ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

મહિલા પોલીસ કર્મચારીના કેસમાં પોલીસની ત્વરિત કાર્યવાહીની બધાએ પ્રશંસા કરી છે, પરંતુ તેની સાથે કટાક્ષ પણ કર્યો છે કે પોલીસ આવી ત્વરિત અને સઘન કામગીરી અકસ્માતના જ બીજા કેસોમાં પણ કરે તો સારું. તેમા બીજા બહાના બતાવવાના બદલે આ રીતે ગુનેગારોને જો શોધી કાઢે તો ઘણી બધી બાબતોનો ઝડપથી નીવેડો આવી શકે. તેથી અકસ્માતના બીજા કેસોને તે ટલ્લે ન ચઢાવે અને આ કેસ જેવી જ અગ્રતા આપે તો સારું રહેશે એમ લોકોનું કહેવું છે.
આ પણ વાંચો:અમદાવાદની ઘટનાને માંડ અઠવાડિયુ વીત્યુ ત્યાં સુરતમાં 10માં ધોરણની વિદ્યાર્થીની આત્મહત્યા
આ પણ વાંચો:અમદાવાદ વિમાન દુર્ઘટના પીડિતોના પરિવારો બોઇંગ સામે યુએસ કોર્ટમાં કાનૂની લડાઈ શરૂ કરશે
આ પણ વાંચો:અમદાવાદ-ધોલેરા હાઇવે પર વિદેશી દારૂ ભરેલા ટ્રક સાથે મયુર ગોહિલની કરાઇ ધરપકડ!
