કોરોના ગયા પછી છેલ્લા કેટલાક દિવસોમાં નાની ઉંમરની વ્યક્તિને હાર્ટ એટેક Heart Attack આવવાના બનાવમાં વધારો થયો છે. કેટલાય જાણીતા સ્ટાર સહિતના લોકોનું મોત જીમમાં કસરત કરતી વખતે થયું છે. જિમમાં કસરત કરતા-કરતા તે અચાનક મૃત્યુ પામ્યા છે. તેમા જાણીતા હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ક્રિકેટ રમતી વખતે રમતા-રમતા મોત થઈ જાય છે. રાજકોટ જેવા શહેરમાં દસેકના મોત ક્રિકેટ રમતા રમતા થયા છે. તેમને પહેલા કયારેય હાર્ટ એટેક આવ્યો ન હતો. આ ઉપરાંત લગ્નમાં નાચતા-નાચતા લોકોના મોત થઈ જાય છે.
હવે આ જ પ્રકારના મોતનું વધુ એક બનાવ સામે આવ્યો છે. ડીસા રાધનપુર હાઇવે પર ટ્રક ડ્રાઇવરને Truck driver death હૃદયરોગનો હુમલો આવતા તેનું નિધન થયું છે. આ ઘટના કાંકરેજના ખોડલા નજીક આવેલી ભૈરવનાથ હોટેલની જોડે બની હતી. વહેલી સવારે કાંકરેજના ખોડલા નજીક આવેલી ભૈરવનાથ હોટેલ ખાતે એક ટ્રક ડ્રાઇવરને હાર્ટ એટેક આવ્યો તો. સમયસૂચકતા વાપરી ડ્રાઇવરે Truck driver death આ સંજોગોમાં પણ ટ્રકને હોટેલની જોડે પાર્ક કરી હતી.
ટ્રક સલામતરીતે પાર્ક કરીને ડ્રાઇવર નીચે ઉતર્યો અને તરત જ બેભાન થઈ ગયો હતો.Truck driver death તેને તાત્કાલિક હોટેલના માલિક દ્વારા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યોહતો. પણ શિહોરી રેફરલ હોસ્પિટલ લઈ જવામાં આવે તે પૂર્વે જ રસ્તામાં જ તેનું નિધન થયું હતું. તેના મોતનું તાકીદનું કારણ તો હાર્ટ એટેક જ કહેવામાં આવ્યું છે. પણ પોસ્ટમોર્ટમ પછી તેના મૃતદેહનું સાચુ કારણ ખબર પડી શકે. મૃતકને આ પહેલા ક્યારેય હાર્ટ એટેક આવ્યો ન હતો. આ ઉપરાંત મૃતક હૃદયની કોઈપણ બિમારીનો મેડિકલ હિસ્ટરી પણ ધરાવતો નથી. જો કે આ અંગે હૃદયરોગના નિષ્ણાતોનું કહેવું છે કે કોરોનામાંથી લોકો બેઠા તો થઈ જાય છે, પરંતુ કોરોનાના કારણે રક્તવાહિનીઓ સાંકડી થઈ જાય છે. આના લીધે હૃદય પર વધારે દબાણ આવે છે. કદાચ આ કારણ હોઈ શકે તેવી પૂરી સંભાવના છે.
આ પણ વાંચોઃ Salangpur Dham/ સાળંગપુરમાં હનુમાનજીની વિરાટ પ્રતિમા, સાત કિ.મી. દૂરથી જ થશે દર્શન
આ પણ વાંચોઃ Mehasana Army Jawan Death/ મહેસાણાના આર્મી જવાનનો પાંચ દિવસ પછી મૃતદેહ મળ્યોઃ તિસ્તા નદીમાં આર્મી ટ્રક પલ્ટી હતી
આ પણ વાંચોઃ રખડતા કૂતરાનો આતંક/ હાલોલમાં રખડતા શ્વાને બાળકના ગુપ્તાંગ પર ભર્યા બચકા, હાલ સારવાર હેઠળ
