દિલ્હી,
બેંકોના દેવાથી ઘેરાયેલા અનિલ અંબાણીને પર વધુ એક આર્થિક સંકટ ઘેરાઇ ગયું છે.અનિલ અંબાણી વિરૂધ્ધ દાખલ થયેલા એક કેસમાં સુપ્રિમ કોર્ટે 453 કરોડ રૂપિયાની ચૂકવણી કરવાની કહી છે.એરિક્સન કંપનીએ અનિલ અંબાણીની આરકોમ સામે સામે કેસ કર્યો હતો.સુપ્રિમ કોર્ટે તેમની અવમાનના બદલ અનિલ અંબાણી અને તેમના ગ્રુપની બે કંપનીઓના ડાયરેક્ટરને દોષિત માનીને તેમની સામે કાર્યવાહીના આદેશો આપ્યા છે.સુપ્રિમ કોર્ટે કહ્યું કે અનિલ અંબાણીની કંપનીઓને જાણી જોઇને એરિક્સન કંપનીને ચુકવણી નથી કરી.
ઉલ્લેખનીય છે કે અનિલ અંબાણીની આરકોમ કંપનીને એરિક્સન કંપનીને 550 કરોડ રૂપિયા ચુકવવાના છે.હવે સુપ્રિમ કોર્ટે આદેશ કરીને કહ્યું છે કે આરકોમે એરિક્સન કંપનીને 4 અઠવાડિયામાં 453 કરોડ રૂપિયા ચુકવવા પડશે.કોર્ટે અનિલ અંબાણી અને તેના બંને ડાયરેક્ટરો પર 1-1 કરોડ રૂપિયાની પેનલ્ટી પણ લગાવી છે.
સુપ્રિમ કોર્ટે સખત થતાં એમ પણ કહ્યું છે કે એરિક્સનને જે રૂપિયા ચુકવવાના છે તે નહીં ચુકવાય તો અનિલ અંબાણી અને બંને ડાયરેક્ટરોને જેલ જવું પડશે.
અનિલ અંબાણીએ કોર્ટને બિનશરતી માફી માંગવાની તૈયારી પણ બતાવી હતી. જો કે કોર્ટે તેને ફગાવી દીધી હતી.
એરિક્સન ઈન્ડીયાએ આરોપ લગાવ્યો છે કે રિલાયન્સ ગ્રુપની પાસે રાફેલ વિમાન સૌદામાં રોકાણ માટે જે રકમ લગાવી છે તેમ છતા 550 કરોડ રૂપિયાની ચુકવણી કરવા અસમર્થ છે.
અનિલ અંબાણીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યુ કે મોટાભાઈ મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ જિયોની સાથે સંપત્તિનો સોદો નિષ્ફળ જતા તેમની કંપનીએ દેવાળુ ફુકવાની કાર્યવાહી કરી રહ્યા છે એવામાં આ રકમ પર તેમનું કોઈ નિયંત્રણ નથી
