Not Set/ બોય ફ્રેન્ડ હિમાંશને યાદ કરતા ફરી એક વાર સિંગર નેહા કક્કર ધ્રૂસકે ધ્રૂસકે રડી

મુંબઇ, ‘માહી વે’ થી જાણીથી થયેલી પ્રખ્યાત ગાયિકા નેહા કક્કર અને બોયફ્રેન્ડ હિમાંશ વચ્ચે બ્રેકઅપની વાત જગજાહેર છે. જોકે નેહા હજુ પણ  પોતાના તૂટેલા દિલને જોડી નથી શકી અને તે ખૂબ દુખી છે. કારણ કે તે વારંવાર ઇમોશનલ થઈ જતી હોય છે. તાજેતરમાં જ એક વીડિયો વાઇરલ થયો છે જેમાં ‘માહી વે’ ગીત સાંભળતા નેહા […]

Uncategorized

મુંબઇ,

‘માહી વે’ થી જાણીથી થયેલી પ્રખ્યાત ગાયિકા નેહા કક્કર અને બોયફ્રેન્ડ હિમાંશ વચ્ચે બ્રેકઅપની વાત જગજાહેર છે. જોકે નેહા હજુ પણ  પોતાના તૂટેલા દિલને જોડી નથી શકી અને તે ખૂબ દુખી છે. કારણ કે તે વારંવાર ઇમોશનલ થઈ જતી હોય છે.

તાજેતરમાં જ એક વીડિયો વાઇરલ થયો છે જેમાં ‘માહી વે’ ગીત સાંભળતા નેહા ખૂબ રડી પડે છે. વાસ્તવમાં નેહા  ટેલિવઝન શોમાં ડાન્સ જોતી દેખાય રહી છે જેની પેનલમાં  શિલ્પા શેટ્ટી, ગીતા કપૂર અને અનુરાગ કશ્યપ પણ હતા. જેમાં 10 વર્ષીય સ્પર્ધક દેવકીએ ‘માહી વે’ ગીત પર પર્ફોમ કર્યું હતું. અને આ પર્ફોમન્સ જોતા નેહા રડી પડી હતી.

https://www.instagram.com/p/Bt3Kgi-FpeY/

નેહાને જોઇને લાગતું હતું કે સતત બોયફ્રેન્ડ હિમાંશને યાદ કરી રહી છે. રડતી નેહાને ગીતા કપૂર તેમજ શિલ્પા શેટ્ટીએ સંભાળી હતી.  બ્રેક અપ બાદ  નેહાએ સ્વીકાર્યું હતું કે તે ડિપ્રેશનમાંથી પસાર થઈ રહી છે. જોકે તે પોતાના સિંગલ સ્ટેટસથી ખુશ છે તેણે કહ્યું હતું કે તેના અને હિમાંશની વચ્ચે કંઇ બરાબર નહોતું. સિંગલ છું તે મારી લાઇફની બેસ્ટ ફિલિંગ છે.નેહાએ કહ્યું હતું કે હવે તે જીવનમાં કોઈને પણ પ્રેમ નહીં કરે.