Not Set/ અક્ષય કુમારની ફિલ્મ હાઉસફુલ 4નું શુટિંગ થયું પૂર્ણ, જુઓ જબરદસ્ત ફોટો

મુંબઇ, લોકપ્રિય કોમેડી સિરીઝ હાઉસફુલનો ચોથો ભાગ આજકાલ ચર્ચામાં છે. આ સિરીઝનો ચોથો ભાગ બનાવમાં આવી રહ્યો છે જેમાં અક્ષય કુમાર, બોબી દેઓલ, રિતેશ દેશમુખ જેવા ઘણા સ્ટાર્સ  છે. જણાવીએ કે હાઉસફુલ 4 નું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે અને આ મોક પર એક વિશેષ ફોટો પણ શેર કરવામાં આવ્યો છે. આ ફોટામાં ફિલ્મનો આખો […]

Uncategorized Entertainment

મુંબઇ,

લોકપ્રિય કોમેડી સિરીઝ હાઉસફુલનો ચોથો ભાગ આજકાલ ચર્ચામાં છે. આ સિરીઝનો ચોથો ભાગ બનાવમાં આવી રહ્યો છે જેમાં અક્ષય કુમાર, બોબી દેઓલ, રિતેશ દેશમુખ જેવા ઘણા સ્ટાર્સ  છે.

જણાવીએ કે હાઉસફુલ 4 નું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે અને આ મોક પર એક વિશેષ ફોટો પણ શેર કરવામાં આવ્યો છે. આ ફોટામાં ફિલ્મનો આખો સ્ટાફ જોવા મળી રહ્યો છે. લીડ હીરો સાથે કૃતિ સેનન, કૃતિ ખરબંદા પૂજા હેગડે, ચંકી પાંડે, રાણા દગ્ગુબતી સાથે સાથે ફિલ્મના નિર્માતા સાજિદ નાડિયાદવાલા અને નિર્દેશક ફરહાદ સામજી પણ જોવા મળી રહ્યા છે.

https://www.instagram.com/p/BqZGGoiBxvX/?utm_source=ig_embed&utm_campaign=embed_loading_state_control

આપણે જણાવી દઈએ કે હવે પ્રોડક્શનનું કામ શરૂ થશે ફિલ્મને રિલીઝ થવામાં હજુ ઘણો સમય બચ્યો છે. આ ફિલ્મ 2019 ની દિવાળી પર રિલીઝ થશે અને 2019ની મોટી ફિલ્મમાંની આ એક છે.

https://www.instagram.com/p/BqZWAZWH5mN/?utm_source=ig_embed&utm_campaign=embed_loading_state_control

આ ફિલ્મનું નિર્દેશન પહેલા સાજિદ ખાન  કરી રહ્યા હતા. પરંતુ તેઓ મિટૂ ના ચક્કરમાં ફસાઈ ગયા અને ફિલ્મથી તેઓને હાથ ધોવા પડ્યા. તેઓની જગ્યા ફરહાદે લીધી.

https://www.instagram.com/p/BqZFsy7HWgE/?utm_source=ig_embed&utm_campaign=embed_loading_state_control

નાના પટેકર પર તનુશ્રીએ આરોપ લગાવ્યો તો તેમને પણ ફિલ્મથી અલગ કરી રાણાને લેવામાં આવ્યો.

https://www.instagram.com/p/BqZUVk9nUBL/?utm_source=ig_embed&utm_campaign=embed_loading_state_control