Not Set/ મોરબીમાં વહેતી દારૂની નદીને અટકાવવામાં વાંકાનેર પોલીસને સફળતા, 12 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 1ની ધરપકડ

રૂ. 12 લાખનો વિદેશી દારૂ પકડાયો એકની ધરપકડ વાંકાનેર તાલુકા પોલીસની કાર્યવાહી પૂછપરછમા અન્ય 3 નામ ખુલ્યા, તપાસનો ધમધમાટ ગાંધીના ગુજરાતમાં વહેતી દારૂની ની નદીને ઝડપી પાડવામાં વાંકાનેર તાલુકા પોલીસ ને સફળતા મળી છે. વાંકાનેર તાલુકાના ગારીડા ગામ પાસેથી રૂ. 12 લાખની કિંમતના 326 પેટી વિદેશી દારૂના જથ્થા સાથે તાલુકા પોલીસે એક શખ્સને પકડી પાડી […]

Gujarat Others

રૂ. 12 લાખનો વિદેશી દારૂ પકડાયો

એકની ધરપકડ

વાંકાનેર તાલુકા પોલીસની કાર્યવાહી

પૂછપરછમા અન્ય 3 નામ ખુલ્યા, તપાસનો ધમધમાટ

ગાંધીના ગુજરાતમાં વહેતી દારૂની ની નદીને ઝડપી પાડવામાં વાંકાનેર તાલુકા પોલીસ ને સફળતા મળી છે. વાંકાનેર તાલુકાના ગારીડા ગામ પાસેથી રૂ. 12 લાખની કિંમતના 326 પેટી વિદેશી દારૂના જથ્થા સાથે તાલુકા પોલીસે એક શખ્સને પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર તાલુકા પોલીસે ગારીડા ગામની સીમમાંથી સંજય વેલસીભાઈ ચૌહાણ ઉ.વ. 27 રહે નવાગામ, રાજકોટ વાળાને વિદેશી દારૂની પેટી 326, કુલ દારૂ બોટલ નંગ 3924 કિંમત રૂ. 12,08,400 તેમજ બે બોલેરો અને એક બાઇક સહિત કુલ રૂ. 20,43,400ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે.

પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો મનસુખભાઇ બાવકુભાઇ ગણદિયા, ભરત ઉર્ફે બંગડી,  સવાભાઈ સોરાણી અને જયંતીભાઈ રાઘવભાઈ ચૌહાણ બધા રહે. રાજકોટ વાળાઓના નામ ખુલતા તેની સામે પણ ગુનો નોંધી તેમને પકડી પાડવાની તજવીજ હાથ ધરાઈ છે.  હાલ વાંકાનેર તાલુકા પોલીસ સબ ઇન્સ્પેકટર આર.પી. જાડેજા એ આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં સપ્લાય કરવાનો હતો તે દિશામાં આગળની તપાસ આદરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.