Ahmedabad News/ અમદાવાદના સાબરમતી વિસ્તારમાં મેગા દબાણ ડિમોલિશન

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ઉત્તર તરફ આવેલો 24 મીટર પહોળો ટાઉન પ્લાનિંગ (TP) રોડ અચેર ડેપોથી ટોરેન્ટ પાવર સુધી સીધો જોડાય તે માટે આ વિસ્તારમાં દાયકાઓથી દબાણો બનેલા હતા.

Top Stories Ahmedabad Gujarat Breaking News
સાબરમતી દબાણ

Ahmedabad News: ભવિષ્યમાં ગુજરાતમાં યોજાનારા 2036 ઓલિમ્પિક્સ તેમજ સંભવિત કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓને ઝડપ આપવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એક્શન મોડમાં આવી ગઈ છે. આ જ કડીમાં શુક્રવારે વહેલી સવારથી મોટેરાના બળદેવનગર અને સુભાષનગર વિસ્તારમાં મોટા પાયે ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં કુલ 29 મકાનો તોડી પાડવામાં આવ્યા હતા.

સાબરમતી વિસ્તારના બળદેવનગરમાં દબાણ પર ફર્યું બુલડોઝર

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ઉત્તર તરફ આવેલો 24 મીટર પહોળો ટાઉન પ્લાનિંગ (TP) રોડ અચેર ડેપોથી ટોરેન્ટ પાવર સુધી સીધો જોડાય તે માટે આ વિસ્તારમાં દાયકાઓથી દબાણો બનેલા હતા.આ રોડ ખુલ્લો થતાં સ્ટેડિયમની આસપાસનું ટ્રાફિક વ્યવસ્થાપન સરળ બનશે અને આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ દરમિયાન હજારો દર્શકો તેમજ ખેલાડીઓની અવરજવરમાં મોટી સરળતા રહેશે.

આ ઉપરાંત સ્ટેડિયમની પાછળ કરોડો રૂપિયાના ખર્ચે સરદાર વલ્લભ ભાઈ પટેલ (SVP) સ્પોર્ટ્સ એન્ક્લેવ બનાવવાની યોજના છે, જેમાં એથ્લીટ્સ માટે આલીશાન હોસ્ટેલ, ટ્રેનિંગ સેન્ટર અને અન્ય સુવિધાઓ ઊભી કરાશે.આ તમામ પ્રોજેક્ટ માટે આ વિસ્તારને તાત્કાલિક સાફ કરવો અનિવાર્ય બન્યો હતો.

અંદાજે 30 જેટલા ગેરકાયદે બાંધકામો કોર્પોરેશને હટાવ્યા

કોર્પોરેશન દ્વારા આ વિસ્તારના રહીશોને અગાઉ બહુવિધ નોટિસો આપવામાં આવી હતી અને મકાન ખાલી કરવા જણાવાયું હતું. જોકે, કેટલાક રહીશોએ મકાન ખાલી ન કરી ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે રહીશોની અરજીઓ ફગાવી દીધી હતી અને કોર્પોરેશનને કાયદેસર કાર્યવાહી કરવાની છૂટ આપી દીધી હતી. આ કોર્ટના આદેશ પછી જ AMCએ તાત્કાલિક ધોરણે ડિમોલિશન હાથ ધર્યું.

શુક્રવારે સવારે 5 વાગ્યાથી જ કામગીરી શરૂ થઈ ગઈ હતી.4 હિટાચી એક્સેવેટર, 2 જેસીબી મશીન અને મોટી સંખ્યામાં મજૂરોની મદદથી ઝડપથી તોડકામ પૂર્ણ કરવામાં આવ્યું.કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોટેરા પોલીસ સ્ટેશન તેમજ SRPનો મોટો જમાવડો ગોઠવવામાં આવ્યો હતો.સવારે 11 વાગ્યા સુધીમાં તમામ 29 મકાનોનું ડિમોલિશન પૂર્ણ થઈ ગયું હતું અને રોડનો મોટો હિસ્સો ખુલ્લો થઈ ગયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દહેગામ ડિમોલિશન બાદ હિંદુ સંગઠનોની પ્રતિક્રિયા, સરકારની કાર્યવાહીનું સ્વાગત

આ પણ વાંચો:ગાંધીનગરમાં મેગા ડિમોલિશન ડ્રાઈવ,700થી વધુ ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવાયું !

આ પણ વાંચો:ગાંધીનગરમાં 1000 કરોડની જગ્યા ખુલ્લી કરવા મેગા ડિમોલિશન: 10 JCB, 15 આઇવા ટ્રક, 700થી વધુ પોલીસ તહેનાત