- અરવલ્લી જિલ્લામાં કપાસના પાકમાં ખાખરી નામનો રોગ અને જીવાતનો ઉપદ્રવ
- કપાસના પાકમાં રોગના ઉપદ્રવથી ખેડૂતો પરેશાન
- જિલ્લામાં ૧૬૫૦૦ હેકટર જમીનમાં કરાયું છે કપાસનું વાવેતર
- પાક તૈયાર થઇ ઉત્પાદન સમયે રોગ આવતા ખેડૂતોને નુકશાન
- ખાખરી નામના રોગ થી ઉભો પાક સુકાઈ રહ્યો છે
ખેડૂતોની હાલ બેલાલ દિવસને દિવસે બનતા જાય છે. કોરોના કાળબાદ અતિવૃષ્ટિ અને હવે કપાસના પાકમાં નુકશાન જતા ખેડૂતોના હાલ બેહાલ બન્યાં છે. ત્યારે આવીજ કઈ ક હાલત અરવલ્લીના ખેડૂતોની થઈ છે.
અરવલ્લી જિલ્લામાં કપાસના પાકમાં ખાખરી નામનો રોગ અને જીવાતનો ઉપદ્રવ થતા ખેડૂતો પરેશાન બન્યા છે. મોઘા ભાવે બિયારણ લાવી સારા ઉત્પાદનની આશા સેવી રહેલા ખેડૂતોને નુકશાન સહન કરવાનો વારો અવ્યો છે.
અરવલ્લી જીલ્લામાં ખરીફ સીજન દરમિયાન ખેડૂતોએ ૧૬૫૦૦ હજાર હેકટર જમીનમાં કપાસના પાકનું વાવેતર કર્યું હતું. વાવેતર બાદ હાલ કપાસનો પાક તૈયાર થવાના આરે છે. તેવામાં હાલ પાકમાં ખાખરી નામનો રોગ અને જીવાતનો ઉપદ્રવ થતા કપાસનો ઉભો પાક સુકાઈ જવા લાગ્યો છે.પાકના પાન સુકાઈ જતા પાકનો વિકાસ થતો અટકી જતા ખેડૂતોએ મોઘા ભાવે કરેલા વાવેતર સામે અપૂરતું વળતર મળે તેવી સ્થતિ ઉભી થઇ છે.
ખેડૂતોએ એક વીઘા પાછળ ૨૦ થી ૨૫ હજારનો ખર્ચ કરી કપાસનું વાવેતર કર્યું હતું. પણ પાક તૈયાર થઇ ઉત્પાદન લેવાના સમયે આ પ્રકારનો રોગ આવતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જિલ્લામાં ૩૫ હજાર હેકટર જમીનમાં કપાસનું વાવેતર થયું હતું. ત્યારે ગયા વર્ષે પણ કપાસે ખેડૂતોને રોવડાવતા આ વર્ષે જિલ્લામાં કપાસ વાવેતર નું પ્રમાણ ૫૦ ટકા ઘટ્યું છે. ત્યારે આ વર્ષે પણ શરૂઆતના તબક્કામાં આ પ્રકારનો રોગ અને ઇયળના ઉપદ્રવે ખેડૂતોને ચિંતા વધારી છે .
