Ahmedabad News/ ધંધુકામાં યુવકની હત્યા બાદ તોફાન! ટોળાએ દુકાન ફૂંકી મારી, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Dhandhukaમાં બાઈક ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતે યુવકની હત્યા થતા તંગદિલી સર્જાઈ છે. ઉશ્કેરાયેલા ટોળાએ દુકાન સળગાવતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Top Stories Ahmedabad Gujarat
Dhandhuka Murder Case

Dhandhuka Murder Case: અમદાવાદ ગ્રામ્યના ધંધુકા શહેરમાં આજે સામાન્ય બાબતે લોહીયાળ ખેલ ખેલાયો છે. બાઈક ઓવરટેક કરવા જેવી સામન્ય બાબતે થયેલી તકરારમાં એક વિધર્મી યુવકે અન્ય યુવક પર છરીના ઘા ઝીંકીને તેની હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના બાદ ધંધુકામાં વાતાવરણ અત્યંત તંગ બની ગયું હતું અને ઉશ્કેરાયેલા ટોળાએ તોડફોડ કરી એક દુકાનને આગ ચાંપી દેતા ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે.

સામાન્ય બોલાચાલી અને પછી ખૂની હુમલો

મળતી માહિતી મુજબ, ધંધુકાના મુખ્ય માર્ગ પર બાઈક ઓવરટેક કરવાના મામલે બે યુવકો વચ્ચે બોલાચાલી થઈ હતી. વિવાદ એટલો વધી ગયો કે એક વિધર્મી યુવકે આવેશમાં આવીને તીક્ષ્ણ છરી વડે હુમલો કરી દીધો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું કરૂણ મોત નીપજતા લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો.

Dhandhuka પોલીસ છાવણીમાં ફેરવાયું

હત્યાની જાણ થતા જ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન ઉશ્કેરાયેલા ટોળાએ એક દુકાનમાં આગ લગાવી દેતા અફરાતફરી મચી ગઈ હતી. પરિસ્થિતિ વણસતી જોઈને અમદાવાદ ગ્રામ્ય એસપી (SP) પોતે કાફલા સાથે દોડી આવ્યા હતા. હાલમાં એસપી સહિત 200 થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સમગ્ર શહેર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે.

પોલીસે હત્યારાને ગણતરીના કલાકોમાં ઝડપ્યો

ધંધુકા પોલીસે આ મામલે સમયસૂચકતા વાપરીને હત્યા કરનાર મુખ્ય આરોપીને ગણતરીના કલાકોમાં જ દબોચી લીધો છે. પોલીસે આરોપી સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે જેથી ઘટનાના મૂળ સુધી પહોંચી શકાય.

એસપીની શાંતિ જાળવવા અપીલ

એસપીએ ધંધુકાવાસીઓને શાંતિ જાળવવા અને કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી છે. સોશિયલ મીડિયા પર ભડકાવ ભાષણો કે અફવા ફેલાવનાર તત્વો પર પણ પોલીસ કડી નજર રાખી રહી છે. હાલમાં શહેરમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી રહી છે અને સ્થિતિ કાબૂમાં હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.


આ પણ વાંચો: ધોલેરા અને ધંધુકાના પોલીસ અધિકારીઓનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન

આ પણ વાંચો: ધંધુકા-રોજકા માર્ગ પર ખાનગી બસ પલટી, 30થી વધુ મુસાફરોનો આબાદ બચાવ

આ પણ વાંચો: અમદાવાદ : ધંધુકા પોલીસે કતલખાને લઈ જવાતા 20 ગૌવંશને બચાવ્યા