Botad News: અમદાવાદ (Ahmedabad) વિમાન દુર્ઘટના (Plane Crash)માં મૃત્યુ પામેલા હાર્દિકભાઈ અવૈયાનો મૃતદેહ અડતાળા લાવવામાં આવ્યો હતો. હાર્દિકનો મૃતદેહ ઘરે પહોંચ્યો ત્યારે પરિવારમાં શોક છવાઈ ગયો હતો. પુત્રના મૃતદેહને જોયા બાદ પરિવારમાં શોક છવાઈ ગયો હતો. હાર્દિકના પિતા દેવરાજભાઈ અવૈયાએ પોતાની જમીન વેચીને તેને અભ્યાસ માટે લંડન મોકલી દીધો હતો. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અડતાળા ગામનાં 24 વર્ષીય હાર્દિક અવૈયાનું આકસ્મિક નિધન થતાં પરિવાર પર સંકટ આવી પડ્યું છે.

બોટાદ (Botad) જિલ્લાના ગઢડા તાલુકાના અડતાળા ગામના હાર્દિકભાઈ અવૈયા છેલ્લા ત્રણ વર્ષથી લંડનમાં અભ્યાસ અને નોકરી કરતા હતા. તેમના પિતા દેવરાજભાઈ અવૈયાએ પોતાના પુત્રના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાની જમીન વેચીને તેને લંડન મોકલી દીધો હતો. દેવરાજભાઈને બે પુત્રો અને ત્રણ પુત્રીઓ છે, જેમાંથી હાર્દિક સૌથી નાનો હતો. હાર્દિકભાઈ તાજેતરમાં જ પોતાના વતન પરત ફર્યા હતા. કારણ કે તેમની સગાઈ તાલુકાના વિભૂતિબેન પટેલ સાથે નક્કી થઈ હતી. પુત્રના આગમનને કારણે પરિવારમાં ખુશીનો માહોલ હતો, પરંતુ વિમાન દુર્ઘટનાએ આ ખુશીને શોકમાં ફેરવી દીધી.
આજે સવારે હાર્દિક અવૈયાની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાનેથી નીકળી ત્યારે સમગ્ર અડતાળા ગામ શોકમાં ડૂબી ગયું હતું. ગામમાં શોક અને ઉદાસીનતાનું વાતાવરણ છે. હાર્દિકભાઈને અંતિમ વિદાય આપવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો અને સગાસંબંધીઓ એકઠા થયા હતા. આ દુઃખદ પ્રસંગે ગઢડા મામલતદાર, પોલીસ ટીમ અને તબીબી ટીમ પણ હાજર રહી હતી અને પરિસ્થિતિને સંભાળવામાં મદદ કરી હતી. હાર્દિકનાં અકાળ અવસાનથી અવૈયા પરિવારને ખૂબ જ દુઃખ થયું છે. આ દુઃખની ઘડીમાં સમગ્ર અડતાળા ગામ અવૈયા પરિવાર સાથે ઉભું છે.
આ પણ વાંચો:પ્લેન ક્રેશ: 42 મૃતકોનાં DNA મેચ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું અપડેટ
આ પણ વાંચો:એર ઇન્ડિયા હવે ફ્લાઇટ નંબર ‘૧૭૧’નો ઉપયોગ નહીં કરે, અકસ્માત બાદ એરલાઇન્સનો નિર્ણય
આ પણ વાંચો:અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ અંગે Air Indiaએ લીધો મોટો નિર્ણય
