Not Set/ #Budget2020/ બજેટ ફિલ્મ જેવું, મધ્યાંતર પછી ફ્લોપ શો : પી ચિદમ્બરમે સાધ્યું નાણાંમંત્રી પર નિશાન

પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમે પહેલી ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવેલા બજેટ માટે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ‘મને લાગે છે કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે 160 મિનિટ પછી બજેટમાં કોઈ નરેટિવ ન આવ્યું. તેથી, બીજા દિવસે જ અખબારો અને ટીવી ચેનલોના પ્રથમ પાનામાંથી એક વિષય તરીકે બજેટ અદૃશ્ય થઈ […]

Top Stories India

પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમે પહેલી ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવેલા બજેટ માટે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ‘મને લાગે છે કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે 160 મિનિટ પછી બજેટમાં કોઈ નરેટિવ ન આવ્યું. તેથી, બીજા દિવસે જ અખબારો અને ટીવી ચેનલોના પ્રથમ પાનામાંથી એક વિષય તરીકે બજેટ અદૃશ્ય થઈ ગયું. ‘ ચિદમ્બરમે વધુમાં કહ્યું કે ‘આ બજેટ એક ફિલ્મ જેવું હતું જે પહેલા ભાગ પછી હતાશ કરી ગયું હતું. દુર્ભાગ્યપૂર્ણ છે કે ઘણા નિષ્ણાતો એકઠા થઈ ભાષણો લખે છે અને તેમ છતાં લોકો અંધારામાં જ રહી ગયા છે કે સરકાર શું કહેવા માંગતી હતી. ‘

મહત્ત્વની વાત એ છે કે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે નાણાકીય વર્ષ 2020-21 માટે રજૂ કરાયેલ સામાન્ય બજેટને ખોટું ગણાવ્યું હતું અને કહ્યું હતું કે તેમાં કઇ જ નક્કરતા નથી અને બેરોજગારી સંદર્ભે કામ કરવા માટે કશું કહેવામાં આવ્યું નથી. સંસદ સંકુલમાં તેમણે પત્રકારોને જણાવ્યું કે, મુખ્ય મુદ્દો બેરોજગારી છે. મને તેમાં રોજગાર ઉભો કરવાનો કોઈ વિચાર આવ્યો જ નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે, ઇતિહાસનું આ સૌથી લાંબું બજેટ ભાષણ હોઈ શકે છે, પરંતુ તેમાં કંઇક નક્કરતા નહોતી. આમાં જૂની વસ્તુઓનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે.

દરમિયાન સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે લોકોની આવકમાં વધારો થયો નથી. શું ખેડૂતોની આવક બમણી થઇ ગઇ છે?  યુવાનોને રોજગાર મળવાનું શરૂ થઇ ગયુ ? લોકોની આવક ખતમ થઇ રહી છે. તે જ સમયે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે તેના પ્રત્યુત્તરમાં કહ્યું હતું કે એક સમયે જ્યારે ભારત આર્થિક રીતે નીચે આવી રહ્યું છે ત્યારે નાણાં પ્રધાન સીતારમણનું બજેટ ભાષણમાં સામાન્ય નાગરિકોની મદદ કરવા કરતા વડા પ્રધાન (નરેન્દ્ર મોદી) ની પ્રશંસા કરતું વધારે હતું.   

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું કે બજેટ નવા અને આત્મવિશ્વાસપૂર્ણ ભારતની રૂપરેખા આપે છે, તે આવતા વર્ષોમાં દેશને સ્વસ્થ અને સમૃદ્ધ બનાવશે. બજેટમાં તમામ વિભાગોના કલ્યાણ અને વિકાસ પર સ્પષ્ટ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેમાં ખેડૂતોનું વિશેષ ધ્યાન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.