Not Set/ RSSના વડા મોહન ભાગવત આવશે અમદાવાદ, સંઘના નવનિર્મિત કાર્યાલયનું કરશે ઉદ્ઘાટન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત અમદાવાદ આવી રહ્યા છે. 15 અને 16 ફેબ્રુઆરીના રોજ મોહન ભાગવત અમદાવાદ આવશે. 15 ફેબ્રુઆરીના રોજ તેઓ મણીનગર ખાતે આવેલા સંઘના નવનિર્મિત કાર્યાલયનું ઉદઘાટન કરશે. આ જ દિવસે તેઓ સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ અને  હોદ્દેદારો સાથે પણ ખાસ સંવાદ કરશે. આ સંવાદમાં સામાજિક ઉત્કર્ષ સહિતના મુદ્દે ચર્ચા કરાશે. 16 ફેબ્રુઆરીના […]

Ahmedabad Gujarat

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત અમદાવાદ આવી રહ્યા છે. 15 અને 16 ફેબ્રુઆરીના રોજ મોહન ભાગવત અમદાવાદ આવશે. 15 ફેબ્રુઆરીના રોજ તેઓ મણીનગર ખાતે આવેલા સંઘના નવનિર્મિત કાર્યાલયનું ઉદઘાટન કરશે. આ જ દિવસે તેઓ સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ અને  હોદ્દેદારો સાથે પણ ખાસ સંવાદ કરશે. આ સંવાદમાં સામાજિક ઉત્કર્ષ સહિતના મુદ્દે ચર્ચા કરાશે. 16 ફેબ્રુઆરીના રોજ તેઓ દિનેશ હોલ ખાતે યોજાનારા પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં હાજરી આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.