સુરત શહેરમાં કોરોનાનો કહેર પાછલા અનેક દિવસોથી યથાવત જોવામાં આવી રહ્યો છે. કોરોનાનાં કહેરને ડામવા તંત્ર દ્વારા તમામ શક્ય કોશિશો કરવામાં આવી રહી છે છતા કોરોનાનું સંક્રમણ અટકવાનું નામ નથી લઇ રહ્યું ત્યારે ફરી એક વખત તંત્ર કોરોનાની લડાઇને કડક હાથે લડવાની શરુ કરી હોય તેવું સામે આવી રહ્યુ છે.
જી હા, સુરતમાંકોરોનાને નાથવા માટે મનપાની તૈયારી સામે આવી છે. મનપા 120 જેટલી ટાસ્ક ફોર્સની ટીમ બનાવશે. ડાયમંડ યુનિટોમાં કોવિડ મેનેજમેન્ટ માટે ટીમ બનાવાશે. વરાછા એ અને વરાછા બી ઝોન માટે ટીમ તૈયાર કરાશે. માઇક્રો લેવલે કામગીરી કરવામાં આવશે.
મનપા દ્વારા આ આકરા પગલે લેવાનું કારણ સુરતનાં હીરા ઉદ્યોગોમાં વકરતો જ તો બેકાબુ કોરોના છે. જી હા, સુરતનાં હીરા ઉદ્યોગો સામે મનપા આકરાપાણીએ જોવામાં આવી રહ્યું છે અને મનપા દ્વારા 3 હીરાના એકમો બંધ કરાવાયા છે. રત્ન કલાકારોનો રેપિડ ટેસ્ટ નહીં કરાવાતા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સામે આવે છે. એસઓપીનો અમલ નહીં કરાવાતા મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, સુરતમાં કોરોના વોરિયર્સ કોરોનાની ચપેટમાં આવતા જોવામાં આવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલના તબીબ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. ખાનગી હોસ્પિટલના નર્સ પણ સંક્રમિત બન્યા છે. પોલીસ કર્મચારીઓ પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. મનપાના કર્મચારી પણ કોરોના સંક્રમિત થયા છે. કોર્ટના વધુ એક કર્મચારી પણ સંક્રમિત થયા ત્યારે મનપા હાલ કોરોના સામે લડત તેજ બનાવવાનાં આકરા મુડમાં જોવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
