Vedic Maths/ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ ધોરણ નવ અને દસમાં વેદિક ગણિતનો અમલ થશે

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ ગુજરાતમાં નવમા અને દસમા ધોરણથી વેદિક ગણિતનો અમલ થશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ધોરણ નવ અને દસ હેઠળ આ અમલ થશે. રાજ્યની 449 સ્કૂલોમાં આ માટેના પુસ્તકો પણ મોકલવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

ગાંધીનગરઃ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (New Education Policy) હેઠળ ગુજરાતમાં નવમા અને દસમા ધોરણથી વેદિક ગણિતનો (Vedic Maths) અમલ થશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ધોરણ નવ અને દસ હેઠળ આ અમલ થશે. રાજ્યની 449 સ્કૂલોમાં આ માટેના પુસ્તકો પણ મોકલવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

રાજ્ય વિધાનસભાના ગૃહમાં શિક્ષણ પ્રધાને આ અંગેની જાહેરાત કરી છે. તેમને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના સંદર્ભમાં સવાલ કરવામાં વતા તેમણે આ જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર ભારતીય જ્ઞાન પરંપરાને અનુરૂપ શિક્ષણ આપવા માટે પ્રતિબદ્ધ છે.

રાજ્યની વિધાનસભામાં શિક્ષણપ્રધાન કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ 2020થી નવી શિક્ષણ નીતિનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવી શિક્ષણ નીતિમાં ભારતીય જ્ઞાન પરંપરાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ માટે વિદ્યાર્થીઓમાં ભણતરની સાથે-સાથે ઘડતરના મૂલ્યો કેળવાય તેના માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.

તાજેતરમાં દસથી બાર ધોરણમાં ગીતાના મૂલ્યો મળે તે માટેના અભ્યાસક્રમનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલ પ્રમાણે રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. તેને અનુરૂપ શાળાકીય માળખામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ