હોંસલા બુલંદ હોય તો કોઇપણ કાર્ય અશક્ય નથી, એકવાર તમે લક્ષ નક્કી કરો છો અને તેની પાછળ મહેનત કરો છો તો સફળતા તમને અવશ્ય મળે છે,બાળપણથી જ સિરિશા ચંદ્ર અને તારાઓની દુનિયામાં મુસાફરી કરવાનું સપનું જોતી હતી. જો કે, યુએસ સ્પેસ એજન્સી નાસામાં જોડાવાનું તેમનું સપનું મેડિકલ કારણોસર વિખેરાઈ ગયું હતું .તે છંતા પણ તે હિંમત ના હારી અને અંતે તેણે સ્પેસની સફર કરીને પોતાનું સપનું પૂર્ણ કર્યું છે.
ખગોળશાસ્ત્રની તેની ઉત્કૃષ્ટ સમજણના લીધે તે ખૂબ જ નાની ઉંમરે ટોચની ખાનગી અવકાશ કંપનીઓમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરવામાં સફળ રહી, પણ જુલાઈ 2021 માં તેનું અવકાશ યાત્રાનું સ્વપ્ન પણ પૂર્ણ કર્યું હતું.
અવકાશની યાત્રા કરનાર ત્રીજી ભારતીયવંશી
11 જુલાઈની રાત્રે, સિરિશા કલ્પના ચાવલા અને સુનીતા વિલિયમ્સ પછી અવકાશની યાત્રા કરનાર ત્રીજી ભારતીય મહિલા બની. સુનીતાના નામે અવકાશમાં સાત વખત જવાની સિદ્ધિ નોંધાયેલી છે. ભારતીય વાયુસેના સાથે સંકળાયેલા રાકેશ શર્મા અવકાશમાં ઉડાન ભરનાર એકમાત્ર ભારતીય નાગરિક છે.
પરંતુ અવકાશયાત્રીનો દરજ્જો મળ્યો નથી
અંતરિક્ષ યાત્રા દરમિયાન સિરીશાએ પૃથ્વીથી 89.9 કિમીની ઉંચાઈ પર ઉડાન ભરી હતી. જો કે, તે ‘યુનિટી -22’ ના ક્રૂનો ભાગ નહોતી, કારણ કે તે સ્વચાલિત વાહન હતું. આ કારણોસર, ફેડરલ એવિએશન ઓથોરિટીએ તેમને ‘અવકાશયાત્રી’ ને બદલે ‘સ્પેસ ટુરિસ્ટ’ની શ્રેણીમાં સૂચિબદ્ધ કર્યા છે.
છોડ પર અસર
વર્જિન ગેલેક્ટીકમાં રિસર્ચ ઓપરેશન્સ અને ગવર્નમેન્ટ અફેર્સના વાઇસ પ્રેસિડન્ટ સિરીશાએ કંપનીના સ્થાપક સર રિચાર્ડ બ્રેનસન, ડેવ મેકકે, માઇકલ માસુકી, બેથ મોસેસ અને કોલિન બેનેટ સાથે અવકાશની યાત્રા કરી હતી. આ દરમિયાન, તેમણે ફ્લોરિડા યુનિવર્સિટી માટે એક સંશોધન કર્યું, જેનો હેતુ છોડ પર ગુરુત્વાકર્ષણ બદલવાની અસરનું મૂલ્યાંકન કરવાનો હતો.
આંધ્રપ્રદેશમાં જન્મ
સિરીશાનો જન્મ 1988 માં આંધ્રપ્રદેશના ગુંટૂરમાં એક તેલુગુ ભાષી હિન્દુ પરિવારમાં થયો હતો. તે પાંચ વર્ષની ઉંમર સુધી તેના દાદા -દાદી સાથે રહેતી હતી, ત્યારબાદ તે તેના માતાપિતા સાથે હ્યુસ્ટન ગઈ હતી. પર્ડ્યુ યુનિવર્સિટીમાંથી એરોનોટિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક થયા, જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યું.
નબળી દ્રષ્ટીના લીધે સપનુ રોળાયું હતું
સિરિશા નાનપણથી નાસાની અવકાશયાત્રી બનવા માંગતી હતી, પરંતુ નબળા પ્રકાશને કારણે તેનું સ્વપ્ન અધૂરું રહી ગયું. આ પછી ‘કોમર્શિયલ સ્પેસફ્લાઇટ ફેડરેશન’માં એરોસ્પેસ એન્જિનિયર તરીકે કામ કર્યા પછી, 2015 માં’ વર્જિન ગેલેક્ટીક’માં જોડાયા.
