Share Market/ રેકોર્ડ ઉંચાઇ પર બજાર, પ્રથમ વખત સેન્સેક્સ 61,000 અને નિફ્ટી 18,250 પાર પર ખુલ્યુ

BSE નો 30 સ્ટોક્સનો પ્રમુખ સંવેદનશીલ ઈન્ડેક્સ સેન્સેક્સ 351 પોઈન્ટનાં ઉછાળા સાથે 61,088 નાં સ્તર પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ નવા રેકોર્ડ સાથે ટ્રેડની શરૂઆત કરી.

Business
શેરબજાર

શેરબજારમાં તેજી બની રહી છે. બુધવારની જેમ, તે આજે પણ એક નવી ઉંચાઇએ ખુલ્યો. BSE નો 30 સ્ટોક્સનો પ્રમુખ સંવેદનશીલ ઈન્ડેક્સ સેન્સેક્સ 351 પોઈન્ટનાં ઉછાળા સાથે 61,088 નાં સ્તર પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ નવા રેકોર્ડ સાથે ટ્રેડની શરૂઆત કરી. આજે નિફ્ટી 18,272.85 નાં સ્તર પર ખુલ્યો.

આ પણ વાંચો – મુલાકાત / રાષ્ટ્રપતિ આજથી જમ્મુ-કાશ્મીરના બે દિવસના પ્રવાસે, દશેરા પર્વની ઉજવણી સેનાના જવાનો સાથે કરશે

સાપ્તાહિક સમાપ્તિનાં દિવસે બજાર નવી ટોચ પર ખુલ્યું. પ્રથમ વખત સેન્સેક્સ 61,088 અને નિફ્ટી 18,272 નાં સ્તર પર ખુલ્યો. હાલમાં, સેન્સેક્સ 370 પોઈન્ટ વધીને 61,100 પર, નિફ્ટી 100 પોઈન્ટ વધીને 18,260 પર ટ્રેડ કરી રહ્યો છે. શેરબજારમાં તેજીનું વલણ સતત પાંચમાં કારોબારી સત્ર માટે બુધવારે ચાલુ રહ્યું. BSE સેન્સેક્સ 453 પોઈન્ટ ઉછળીને નવા રેકોર્ડ સ્તર પર બંધ થયો. વળી, શેરબજારમાં સતત તેજી સાથે, BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન બુધવારે પ્રારંભિક વેપારમાં રૂ. 2,70,24,154.49 કરોડનાં નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયું. એક સમયે ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 60,836.63 પોઇન્ટ ઉપર ગયો હતો. અંતે, તે 452.74 પોઇન્ટ ઉછળીને 60,737.05 ની રેકોર્ડ ઉંચી સપાટીએ બંધ થયો.

આ પણ વાંચો – તાલિબાની સત્તા / અફઘાનિસ્તાનના કાબુલમાં અંધારપટ છવાયો,વીજળીના બાકી લેણા કે અન્ય કારણ?

એ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 169.80 પોઇન્ટ વધીને 18,161.75 પર બંધ થયો. કારોબાર દરમિયાન, આ રેકોર્ડ 18,197.80 પોઇન્ટ સુધી ગયો હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સેન્સેક્સનાં શેરમાં 5 ટકાથી વધુ ઉછાળા સાથે ટોપ ગેઇનર રહ્યો હતો. આ સિવાય ITC, L&T, ટેક મહિન્દ્રા, ટાઇટન અને ટાટા સ્ટીલમાં પણ મુખ્ય રીતે તેજી રહી.