bangladesh news/ તારિક રહેમાનની 17 વર્ષ બાદ બાંગ્લાદેશમાં વાપસી, રાજકારણમાં નવી હલચલ

Tarik Rehman નું ઢાકા એરપોર્ટ પર ઐતિહાસિક સ્વાગત, 1 લાખથી વધુ કાર્યકરો ઉમટ્યા

Top Stories World
Tarik Rahman

Bangladesh News : બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન અને BNP અધ્યક્ષ ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાન (Tarik Rahman) 17 વર્ષ બાદ પોતાના વતન પરત ફર્યા છે. લંડનમાં લાંબા સમયથી નિર્વાસનમાં રહેલા તારિક રહેમાન (Tarik Rahman) ના ઢાકા આગમનને લઈને રાજધાનીમાં રાજકીય ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો હતો. ઢાકા એરપોર્ટ અને તેની આસપાસ BNPના એક લાખથી વધુ કાર્યકરો એકઠા થયા હતા અને “તારિક ઝિયા”ના નારા સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું.

ભ્રષ્ટાચાર કેસોને કારણે 2008માં લંડન ગયા હતા

તારિક રહેમાને વર્ષ 2008માં ધરપકડથી બચવા માટે બાંગ્લાદેશ છોડીને લંડનનો આશરો લીધો હતો. તે સમયે શેખ હસીનાની સરકાર દરમિયાન તેમની સામે ભ્રષ્ટાચારના અનેક કેસ નોંધાયેલા હતા. આ કેસો અને રાજકીય દબાણને કારણે તેઓ લાંબા સમય સુધી વિદેશમાં રહ્યા.

રોડ શોમાં જનમેદની, 300 ફૂટ રોડ પહોંચતા લાગ્યા બે કલાક

એરપોર્ટ પરથી તારિક રહેમાને રોડ શો કર્યો હતો. 300 ફૂટ રોડ (જુલાઈ 36 એક્સપ્રેસવે) પર બસની આગળની બારી પાસે ઊભા રહી તેઓ વારંવાર પોતાના સમર્થકોને હાથ હલાવી અભિવાદન કરતા જોવા મળ્યા. બસ દેખાતાં જ નેતાઓ અને કાર્યકરો “તારિક ઝિયા”ના નારા લગાવવા લાગ્યા. ભીડ એટલી વિશાળ હતી કે એરપોર્ટથી 300 ફૂટ રોડ પહોંચવામાં તેમને બે કલાકથી વધુ સમય લાગ્યો.

આવતી ચૂંટણીમાં BNP સૌથી મજબૂત દાવેદાર

Tarik Rahman ની17 વર્ષ બાદ બાંગ્લાદેશમાં વાપસી

બાંગ્લાદેશમાં આગામી વર્ષ 12 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી યોજાવાની છે. શેખ હસીનાની અવામી લીગ પર પ્રતિબંધ મુકાતા બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ચૂંટણી જીતવાની સૌથી મોટી દાવેદાર માનવામાં આવી રહી છે. BNP અધ્યક્ષ ખાલિદા ઝિયાની ઉંમર 80 વર્ષથી વધુ છે અને તેઓ ગંભીર રીતે બીમાર હોવાથી સક્રિય રાજકારણથી દૂર છે. આવી સ્થિતિમાં તારિક રહેમાનને આગામી વડાપ્રધાન પદના મજબૂત દાવેદાર તરીકે જોવામાં આવી રહ્યા છે.

NCP અને જમાત-એ-ઇસ્લામી વચ્ચે બેઠકોની વહેંચણીની વાટાઘાટો

આ રાજકીય ગતિવિધિઓ વચ્ચે NCP અને જમાત-એ-ઇસ્લામી વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. જમાતના મહાસચિવ મિયા ગુલામ પરવરે આ વાતની પુષ્ટિ કરી છે. ડેમોક્રેટિક સ્ટુડન્ટ્સ યુનિયનના કન્વીનર અબ્દુલ કાદરે આ ગઠબંધનને “યુવા રાજકારણ માટે આત્મઘાતી નિર્ણય” ગણાવ્યો છે. તેમણે દાવો કર્યો કે શરૂઆતમાં NCPએ 50 બેઠકો માગી હતી, પરંતુ અંતે 30 બેઠકો પર સમજૂતી થઈ છે.

અવામી લીગનો આરોપ: એકતરફી ચૂંટણી માટેની તૈયારી

શેખ હસીનાની પાર્ટી અવામી લીગે તારિક રહેમાન (Tarik Rahman)ની વાપસી પર કડક પ્રતિક્રિયા આપી છે. બાંગ્લાદેશ સ્ટુડન્ટ્સ લીગના પ્રમુખ સદ્દામ હુસૈને જણાવ્યું કે તારિકની વાપસીથી દેશમાં રાજકીય અસ્થિરતા વધશે અને તેનો હેતુ માત્ર એકતરફી ચૂંટણી કરાવવાનો છે. તેમણે આ રાજકારણને “ફાસીવાદી” ગણાવ્યું.

NCP નેતાનું રાજીનામું, તારિકને સમર્થન

નેશનલ સિટીઝન્સ પાર્ટી (NCP)ના સંયુક્ત સભ્ય સચિવ મીર અરશદુલ હકે પાર્ટીની નિષ્ફળતાઓ માટે જવાબદાર ઠેરવી રાજીનામું આપ્યું છે અને ખુલ્લેઆમ તારિક રહેમાનને સમર્થન આપ્યું છે. તેમણે વોટ્સએપ મારફતે પાર્ટી નેતૃત્વને પોતાના રાજીનામાની જાણ કરી હતી.

માતાને મળવા હોસ્પિટલ જશે, પિતાના બંગલામાં નિવાસ

Tarik Rahman ની17 વર્ષ બાદ બાંગ્લાદેશમાં વાપસી

સ્વાગત સમારોહ બાદ તારિક રહેમાન એવરકેર હોસ્પિટલ જશે, જ્યાં તેમની માતા ખાલિદા ઝિયા 23 નવેમ્બરથી સારવાર હેઠળ છે. ત્યારબાદ તેઓ ગુલશન એવન્યુ પર આવેલા પોતાના નિવાસસ્થાને જશે. તેઓ તેમના પિતા, સ્વર્ગસ્થ રાષ્ટ્રપતિ ઝિયાઉર રહેમાનના બંગલામાં રહેશે, જે બાદમાં ખાલિદા ઝિયાને આપવામાં આવ્યો હતો.

તારીક રહેમાન (Tarik Rahman)પાલતુ બિલાડી ‘જીબુ’ પણ સાથે લાવ્યા

તારિક રહેમાન (Tarik Rahman)પોતાની પાલતુ બિલાડી ‘જીબુ’ને પણ ઢાકા લઈને આવ્યા છે. એરપોર્ટ અધિકારીઓ અનુસાર, બિલાડી માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. જીબુ તેમની પુત્રી ઝૈમા રહેમાનની છે અને તારિક પ્રાણી કલ્યાણ પ્રત્યેના પોતાના પ્રેમ માટે પણ જાણીતા છે.

ચુસ્ત સુરક્ષા વચ્ચે ઐતિહાસિક વાપસી

તારિક રહેમાનનો કાફલો સેના અને પોલીસની કડક સુરક્ષા વચ્ચે 300 ફૂટ રોડ પહોંચ્યો. રસ્તાની બંને બાજુ હજારો સમર્થકો તેમનું સ્વાગત કરતા નજરે પડ્યા. તેમની આ વાપસી બાંગ્લાદેશના રાજકારણમાં નવા સમીકરણો અને ભારે ચર્ચાનો વિષય બની ગઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બાંગ્લાદેશમાં હિન્દુ કામદારની લિંચિંગનો વીડિયો સામે આવ્યો

આ પણ વાંચો: બાંગ્લાદેશમાં કાયદો-વ્યવસ્થાનો પ્રશ્ન, NCPના નેતા પર જાહેરમાં ગોળીબાર

આ પણ વાંચો: બાંગ્લાદેશની હિંસા: પડોશીના આગની ઝાળ આપણે ત્યાં ન લાગે તે જોવું જરૂરી