Vadodra News : વડોદરામાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. પોલીસ અને કાયદાનો જાણે તેમને કોઈ ડર જ ન હોય તેમ વર્તી રહ્યા છે. જેમાં એક હિસ્ટ્રીશીટરે જેલમાંથી બહાર આવીને ગુનાને અંજામ આપ્યો હતો. આ રીઢા ગુનેગારે એક મહિલાને કારમાં લિફ્ટ આપવાને બહાને બેસાડી હતી. ત્યારબાદ આરોપીએ મહિલાને કડારીને બદલે અપહરણ કરીને કોઈ અજાણ્યા સ્થળે લઈ ગયો હતો.
ત્યારબાદ આ હિસ્ટ્રીશીટરે પોતાનું અસલી રૂપ દેખાડ્યું હતું. તેણે મહિલાને ગળા પર ચાકૂ મુકીને મારવાની ધમકી આપીને 70 હજારની લૂંટ ચલાવી હતી. લૂંટ ચલાવ્યા બાદ પણ આ રીઢો ગુનેગાર અટક્યો ન હતો. તેણે મહિલાને ઢોર માર મારતા તે બેભાન થઈ ગઈ હતી. બાદમાં બેભાન અવસ્થામાં જ તે મહિલાને દુમાડ નજીક કારમાંથી બહાર ફેંકીને પલાયન થઈ ગયો હતો.
આ અંગે પોલીસને જાણ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં એલસીબી પોલીસે આરોપી અનિલ વાળાને ઝડપી લીધો હતો. અરોપી અનિલ વાળા પર રાજકોટમાં હત્યા અને લૂંટનો ગુનો દાખલ થયેલો છે. તે સિવાય પોલીસે તેની પાસેથી થાર કાર કબજે કરી મુદ્દામાલ કબજે કર્યો હતો. આ થાર કાર અમદાવાદ પાસિંગની હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. તે સિવાય આરોપી સામે હત્યા, લૂંટ અને બળાત્કારના પાંચ જેટલા ગુના નોંધાયેલા હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે.
આ ગુનાઓમાં તે જેલમાં બંધ હતો. પરંતુ 2022માં તે જામીન પર જેલમાંથી બહાર આવ્યો હતો. જામીન મળ્યા બાદ તે પેરોલ પર છુટીને ફરાર થઈ ગયો હતો.
આ પણ વાંચો: ચાંદીપુરા વાયરસે મચાવ્યો હાહાકાર… 58 કેસ નોંધાયા, મૃત્યુઆંકમાં વધારો
આ પણ વાંચો: વડોદરામાં નારાયણ શાળાની દીવાલ ધરાશાયીના CCTV આવ્યા સામે
આ પણ વાંચો: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી, NDRF તૈનાત, 41 રસ્તાઓ બંધ થયા
