Ahmedabad News/ ઓથોરિટી દ્વારા જે કમિટી બનવી જોઈએ તેના નિદેર્શનમાં પ્રક્રિયા થવી જોઈએ, જે થઈ નથી : આરોગ્ય મંત્રી રૂષિકેષ પટેલ

હવેની જે તપાસ તશે તે તપાસના રિપોર્ટ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. 

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શેઠ વાડીલાલ સારાભાઈ જનરલ હોસ્પિટલમાં વર્ષ-2021થી 58 જેટલી નેશનલ અને ઈન્ટરનેશનલ ફાર્માસ્યુટીકલ કંપનીઓએ અંદાજે 500 જેટલા દર્દીઓ ઉપર તેમની પ્રોડકટસના પરિક્ષણ કરી નાંખ્યા હોવાનો તપાસ સમિતિના વચગાળાના અહેવાલમાં ઘટસ્ફોટ થયો છે. આ ફાર્માસ્યુટીકલ કંપનીઓએ રૃમેટો આર્થરાઈટીસ ઉપરાંત ચામડીના રોગ, વેકસિનના પરીક્ષણ કર્યા હોવાનું બહાર આવ્યુ છે.

આ અંગે આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલે જણાવ્યું હતું કે NMC અને BGCL દ્વારા આ પ્રકારની ક્લિનીકલ ટ્રાયલ માટે મોટી હોસ્પિટલોને મંજુરી આપવામાં આવતી હોય છે. પરંતુ જે ઓથોરિટી હોય અને ઓથોરિટી દ્વારા જે કમિટી બનવી જોઈએ તેના નિદેર્શનમાં પ્રક્રિયા થવી જોઈએ. પરંતુ આ લોકોએ ક્લિનીકલ ટ્રાયલ કર્યા પછી તે સમયે કોઈ પ્રોફેસર કે ડોક્ટરની આગોવાનીમાં દર્દીઓ પર ક્લિનીકલ રિસર્ચ કર્યા હતા. જેમાં 38 જેટલી કંપનીઓ હતી. જેની દવા હોય છે.

જેમાં આરોગ્ય વિષયક સેવાઓ માટે રિસર્ચ માટે ઉપયોગ કરે છે. પરંતુ એથિકલ કમિટી દ્વારા એક ચોક્કસ પ્રક્રિયાને અનુસરીને પછી તે કરવાની હોય છે. જેમાં 25થી 30 ટકા રકમ ડોક્ટરોમાં વહેચાય છે. બાકીની 50 ટકા રકમ ડોક્ટરો નક્કી કરતા હોય છે. પરંતુ આ પ્રકારની કોઈ પ્રક્રિયા થઈ નથી. કંપની દ્વારા જે આવક થઈ છે તે ડોક્ટરોએ પોતે પોતાના ખાતામાં જમા કરી હોવાનુ હાલની તપાસમાં માલુમ પડ્યું છે. જેને પગલે રાણાને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તે સિવાય અન્ય 8 કોન્ટ્રાક્ચ્યુઅલ ડોક્ટરોને બરતરફ કરવામાં આવ્યા છે. હવેની જે તપાસ તશે તે તપાસના રિપોર્ટ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ખ્રિસ્તી ધર્મગુરુ પોપે કયા ભારતીય સંતની પ્રશંસા કરી અને તેમને ભેદભાવનો અંત લાવનાર હીરો ગણાવ્યા

આ પણ વાંચો:PM મોદીની પોપ ફ્રાન્સિસ સાથેની મુલાકાત પર કેરળ કોંગ્રેસે ટીપ્પણી કર્યા બાદ માંગી માફી

આ પણ વાંચો:પોપે ઈટાલીના લોકોને વધુ બાળકોને જન્મ આપવાની કરી અપીલ, ભવિષ્યને લઈને આપી આ ચેતવણી….