હિદુ ધર્મમાં દશેરાના દિવસે શસ્ત્ર પૂજન નો મહિમા છે. અને આ પરંપરાને જાળવતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર સ્થિત નિવાસ્થાને શસ્ત્ર પૂજન કર્યું હતું. મુખ્યમંત્રી સાથે તેમના પત્ની પણ આ પૂજા વિધિ માં જોડાયા હતા. તો સાથે તેમના સીક્યુરીટીના જવાનો પણ હાજર હતા. આ શસ્ત્ર પૂજામાં અને આધુનિક હથિયારનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. 2003 થી સીએમ નિવાસસ્થાને શસ્ત્ર પૂજનની પરંપરા ચાલુ કરવામાં આવી છે.
Cricket / પૂર્વ કેપ્ટન કપિલદેવને હોસ્પિટલમાંથી મળી રજા…
આ પ્રસંગે મુખ્ય મંત્રી એ જણાવ્યું હતું કે, વિજય પ્રાપ્ત કરવા માટે યુદ્ધમાં શસ્ત્રો પાવરફુલ હોવા જરૂરી છે. નિર્દોષ ને સલામતી આપવા શસ્ત્ર અને ટેકનોલોજી સાથે પડકારો સામે સક્ષમ બન્યા છીએ. કેન્દ્ર સરકારે રાફેલ થી લઈ અનેક નવા શસ્ત્રો સામેલ કર્યા છે. આપણું લક્ષ્ય વિજય છે. આજે વિજયાદશમી ના દિવસે રાવણ નો રામે વધ કર્યો હતો. આજ નો દિવસ વિજય નો દિવસ છે. અસત્ય પર સત્ય નો વિજય એટલે વિજયાદશમી. વિજય ત્યારે પ્રાપ્ત થાય જ્યારે યુદ્ધ માં શસ્ત્રો પાવરફુલ હોય. શસ્ત્રોની પૂજા એ આપણા ધર્મ માં આગવું સ્થાન છે. શસ્ત્ર નો ઉપયોગ અત્યાચારો અને અત્યાચારી પર કરવાનો હોય છે. વડાપ્રધાન નરેદ્ર મોદી એ આ પરંપરા શરૂ કરી હતી. જે આજે ચાલુ રાખી છે.
ગુજરાત આજે સુરક્ષિત છે. નિર્દોષ ને સલામતી આપવા શસ્ત્ર અને ટેકનોલોજી સાથે પડકારો સામે સક્ષમ બન્યા છીએ.
#CoronaUpdate / શું ગુજરાતમાં કોરોનાનો કહેર ઘટી રહ્યો છે…? છેલ્લા 24 ક…
Ajab Gajab / ઉનાકોટી – અહીં આવેલી છે 99 લાખ 99 હજાર 999 પથ્થરની મૂર્તિઓ, …
#Dashera / શાસકના જીવનમાં ઘમંડનું કોઈ સ્થાન ના હોવું જોઈએ : સોનિયા ગાંધ…
