દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી કુદરતી આફત નો વરસાદ વરસી રહ્યો છે, દ્વારકા જિલ્લા માં 235 ટકા થી વધુ વરસાદ સિઝનના બીજા રાઉન્ડ માં જ વરસી ચુક્યો છે. જેના કારણે ચારેય તરફ પાણી જ પાણી જેવા દ્રશ્યો સર્જાયા છે. અત્ર તત્ર સર્વત્ર શ્રીકાર વરસાદનાં કારણે જીલ્લાનાં નદી – નાળામાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે, ત્યારે જીલ્લાની જીવાદોરી સમો સિંહણ ડેમ ઓવરફ્લો થઇ ગયો છે.
જી હા, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ચાર દિવસ થી કુદરતી આફત રૂપે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે જ દ્વારકા જિલ્લાના તમામ ડેમ ઓવરફ્લો થઈ ગયા છે નદીનાળાઓ અને ચેકડેમો પણ ઓવરફ્લો થઈ ચૂક્યા છે અને ગામો તેમજ કોઝવે પર પાણી નો પ્રવાહ જોવા મળી રહ્યા છે અને અનેક પશુઓ અને લોકો કોઝવે પરથી પસાર થતી વેળાએ તણાઈ જવાના બનાવો બન્યા છે ત્યારે આ કુદરતી આફત ના કારણે લોકો અને ખેડૂતો સહિત પશુઓ પણ પરેશાન છે.
હાલ ખંભાળીયા નજીક આવેલ સિંહણ ડેમ સતત બીજી વખત ઓવરફ્લો થયો છે છેલ્લા બે દિવસ માં થયેલ ખંભાળીયા પંથક માં વરસાદ ના કારણે ઉપરવાસમાં પાણી નું સ્તર વધતા ડેમ ઓવરફ્લો થયો છે હાલ ડેમ દોઢ ફૂટ જેટલો ઓવરફ્લો થયો છે જેના કારણે સલાયા , વાડીનાર જેવા ગામો ને પીવાનું પાણી સાથેજ નાના માંઢા , મોટા માંઢા , આંબલા , હરિપર , સિંહણ , સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો ને સિંચાઈ નું પાણી પૂરું પાડનાર ડેમ છે ત્યારે લોકો અને ધરતીપુત્રો માં ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
