કોરોનાના કહેર વચ્ચે તાઉ-તે વાવાઝોડુ ગુજરાત રાજ્યમાં કહેર મચાવી ગયું છે. અનેક જિલ્લાઓમાં તબાહી રૂપે પોતાની હયાતીના નિશાન છોડી ગયું છે. વાવઝોડું પોતાના માર્ગમાં આવતા માણસો, પશુપક્ષી, વૃક્ષો અને નિર્જીવ જે પણ વસ્તુ તેના માર્ગ માં આવ્યું ઘમરોળી ને આગળ નીકળી ગયું છે. પાછળ માત્ર તબાહી મૂકી ને ગયું છે. ભારે પવન સાથે વરસાદ આવતા મોટા મોટા તોતિંગ વૃક્ષો પણ જમીન ઘડીકમાં જમીન દોસ્ત થઇ ગયા હતા. તો ઘણા ધંધા રોજ ગાર ને પણ વ્યાપન પ્રમાણમાં નુકશાન થયુ છે. જેમાં મીઠું પકવતા અગરિયાને સૌથી મોટું નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.

તાઉતે વાવાઝોડા ના પગલે વલસાડમાં ભારે વરસાદ પડ્યો હતો જેને લઇને ઉનાળામાં ચોમાસાનો અનુભવ થયો હતો. પરંતુ આ અણધાર્યા પરિવર્તનને પગલે વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલા ધરાસણા, છરવાડા, દાંડી- ભાગલ, કકવાડી અને કરદીવા ગામમાં અગરિયાઓ દ્વારા પકવાતા મીઠાના પાકને નુકશાન થતા તૈયાર પાક નાશ પામ્યો છે જેને પગલે મીઠાના પાક સાથે સંકળાયેલા અગરિયાઓ તેમજ ખેડૂતો જેઓને હાલ માથે હાથ દઈ રોવાનાે વારો આવ્યો છે.

કમોસમી વરસાદ ને પગલે વલસાડ તાલુકાના મીઠા ઉદ્યોગને લાખોનું નુકશાન પહોંચ્યું છે.આ નુકશાનની અસર આગામી ચોમાસામાં લોકોના રસોડા સુધી પડશે એવું સ્થાનિક અગરિયાઓ જણાવી રહ્યા છે. આ સાથે જ તૈયાર મહિનાના પાકમાં પાણી પડી જતા હવે મીઠાના વજનમાં અને ટન દીઠ ભાવ ઓછો થઈ જશે જેને કારણે મીઠું પકવતા અગરીયાઓ માં ચિંતાનો માહોલ છે ૧૮૨ જેટલા ઘરો માત્ર મીઠા ની ખેતી ઉપર જ નિર્ભર છે ભાગલ ગામે આવેલ 65 જેટલા પરિવારો આ ખેતી ઉપર જ નભે છે જેને લઇને હાલ આવેલી આ કુદરતી આફતને લઈને મીઠા ની ખેતી કરતા અગરિયાઓ માં ચિંતાનો માહોલ છે
