2019 લોકસભા ચુંટણી પહેલા મળી સરકારે ખેડૂતોને એક મોટી ભેટ આપી છે. કેન્દ્રએ ધાન્યની સમર્થન કિંમતમાં 200 રૂપિયાનો વધારો કરી દીધો છે. આજે કેબીનેટ બેઠકમાં સરકારે ખરીફ પાકની MSP વધારવાનો ફેસલો લીધો છે.
મહત્વનું છે કે ગયા વર્ષે સામાન્ય ગ્રેડના ધાન્યની MSP 1550 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી. આ પહેલા વર્ષ 2008-09માં યુપીએ સરકાર દ્વારા ધાન્યની કિંમતમાં રેકોર્ડ 155રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો હતો. એટલે કે મોદી સરકાર દ્વારા કરવામાં આવેલો વધારો અત્યાર સુધીનો સૌથી મોટો વધારો છે.
ખરીફ પાકમાં ડાંગર અને રાગીનો પાક સૌથી મહત્વનો છે. જેમાં રાગીની MSP 900 રૂપિયાથી 2700 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી વધી શકે છે. જયારે ડાંગરમાં પણ 200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જેટલો વધારો થઇ શકે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે કૃષિ મંત્રી રાધા મોહન સિંહ અને નીતિ આયોગના સભ્યો સાથે મુલાકાત કરી હતી. જે બાદ 2018-19 માટે નવા MSPનું એલાન થશે. પીએમ મોદીનું લક્ષ્ય છે કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બે ગણી કરવામાં આવે. જણાવી દઈએ કે હાલમાં એક મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યુમાં પીએમએ આ માટેના સંકેત પણ આપ્યા હતા.
મહત્વનું છે કે મોદી સરકારનો આ ફેસલો સીધી રીતે જ હરિયાણા, ઉત્તર પ્રદેશ, પંજાબ, મહારષ્ટ્ર, ગુજરાત સહીત ઘણા પ્રદેશોમાં સીધી અસર દેખાડશે. આ રાજ્યોમાં ખેડૂતોની સાથે લોકસભા સીટોની સંખ્યા પણ વધારે છે.

ગયા અઠવાડીયે શેરડીના ખેડૂતો સાથે વાત કરતા પીએમ મોદીએ વચન આપ્યું હતું કે ખરીફ સીઝન માટે પાકની ઈનપુટ કોસ્ટના 150 ટકા સુધી MSP કરવાની યોજના લાગુ કરવામાં આવશે. એમણે કહ્યું હતું કે એ યોજનાને આ અઠવાડીયે થનારી કેબીનેટ બેઠક દરમિયાન મંજુરી આપવામાં આવશે. આ પહેલા પણ સરકાર તરફથી શેરડીના ખેડૂતોને રાહત આપવામાં આવી હતી.
