sports news/ ‘હું હીરાની ચમચી સાથે જન્મ્યો છું’, દર અઠવાડિયે કરોડો રૂપિયા ઉડાવતા લલિત મોદીની કમાણી

IPL ના પૂર્વ કમિશનર લલિત મોદીએ(Lalit Modi) આપેલા ઇન્ટરવ્યુમાં પોતાની અલ્ટ્રા લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ, દર અઠવાડિયે થતા કરોડોના અંધાધૂંધ ખર્ચ અને પોતાની કમાણીના ગુપ્ત સ્ત્રોત વિશે કરેલા ખુલાસા પર વાંચો અહેવાલ.

Trending Sports
Lalit Modi

Lalit Modi Income Lifestyle 2026: IPL ની શરૂઆત કરનાર અને હાલ ભારતમાં અનેક કાનૂની વિવાદોમાં ઘેરાયેલા લલિત મોદી પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ અને બિન્દાસ નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં તેમણે પોતાની કમાણી, અઠવાડિયાના કરોડોના આંધણ અને લાઈફસ્ટાઈલ અંગે ચોંકાવનારા ખુલાસા કરીને બધાને હેરાન કરી દીધા છે. તેઓ કાનૂની મામલાઓમાં પોતાની જાતને એકદમ નિર્દોષ ગણાવે છે અને સ્પષ્ટ કહે છે કે તેઓ કોઈના માટે પોતાની જીવવાની રીત બદલવાના નથી.

અઠવાડિયે કરોડોનો આંધણ:

એજન્સી સાથેની ખાસ વાતચીતમાં લલિત મોદીએ(Lalit Modi ) દાવો કર્યો છે કે તેઓ દર અઠવાડિયે આશરે 10 થી 12 કરોડ રૂપિયા પર્સનલ લાઈફસ્ટાઈલ પાછળ ખર્ચ કરી નાખે છે. તેમણે કહ્યું, “હું દર અઠવાડિયે 10 થી 12 કરોડ રૂપિયા વાપરું છું, જે ઘણીવાર એક અઠવાડિયું પણ પૂરેપૂરું ચાલતા નથી. હું આ વૈભવ સાથે જ જન્મ્યો છું. તો પછી હું કોઈ બીજા વ્યક્તિ માટે મારી જીવવાની પદ્ધતિ કે લાઈફસ્ટાઈલ શા માટે બદલું? મારા દાદા કે પિતા પણ ક્યારેય કોઈ બીજાના ઈશારે જીવ્યા નથી, તો હું પણ કોઈના માટે મારી જિંદગી નહીં બદલું.”

કમાણીના સ્ત્રોત અંગે વાત કરતા Lalit Modi જણાવ્યું કે, “હું ફેમિલી બિઝનેસ અને અન્ય મોટા ઇનિશિયેટિવ્સ દ્વારા અઢળક પૈસા કમાઉં છું. હું આ સંપૂર્ણ  બિઝનેસનો માલિક છું, પરંતુ મેં મારી મિલકત મારા બાળકોને ગિફ્ટમાં આપી દીધી છે. હવે મારા બાળકો જ આ આખા બિઝનેસનું સંચાલન કરે છે અને તેઓ જ મારો આ બધો પર્સનલ ખર્ચ ઉઠાવે છે. હું દુનિયાના સૌથી આલીશાન અને સુંદર ઘરમાં રહું છું અને એકદમ શાનદાર લાઈફ એન્જોય કરું છું.”

2.5 લાખ કરોડની કંપની:

પોતાના પર લાગેલા આર્થિક ભ્રષ્ટાચારના આરોપો પર આકરા પ્રહારો કરતા લલિત મોદીએ(Lalit Modi) કહ્યું, “મેં ક્યારેય કશું જ ખોટું કર્યું નથી. લોકો મારા પર થોડાક કરોડ રૂપિયાની હેરાફેરીના આરોપો લગાવે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે હું એક દિવસમાં તેનાથી ઘણી વધારે કમાણી કરી લઉં છું. અમારો બિઝનેસ ઘણો મોટો છે. અમારી ફેમિલી કંપની દુનિયાભરમાં ખૂબ જ પ્રખ્યાત છે અને તેની કુલ માર્કેટ વેલ્યુ અત્યારે આશરે 2.5 લાખ કરોડ રૂપિયા જેટલી થવા જાય છે.”

વિજય માલ્યા સાથે Lalit Modiની મિત્રતા:

ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે લલિત મોદીને(Lalit Modi) ભારતના જાણીતા ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યા વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે ખુલ્લેઆમ સ્વીકાર્યું કે વિજય માલ્યા તેમનો સારો મિત્ર છે. મોદીએ કહ્યું, “વિજય માલ્યા મારો મિત્ર છે, પરંતુ તેની સ્ટોરી અને મારો કેસ બંને એકબીજાથી તદ્દન અલગ છે. મને નથી ખબર કે તેની સાચે સમસ્યા શું છે, પરંતુ તેનો આખો કેસ બેંકોની લોન ડિફોલ્ટ સાથે જોડાયેલો છે. અમારા ફેમિલી બિઝનેસની ખાસિયત એ છે કે અમે ક્યારેય કોઈની પાસેથી એક પણ રૂપિયો ઉધાર લીધો નથી.”

તેમણે વધુમાં ઉમેર્યું, “મારે કોઈની પાસે લોન લેવાની ક્યારેય જરૂર જ પડી નથી, મેં તો હંમેશા લોકોને પૈસા આપ્યા જ છે. અમારા કોઈપણ બિઝનેસ પર બેંકનું કોઈ દેવું નથી અને અમે સરકારના કોઈ કોન્ટ્રેક્ટ પર કામ કરતા નથી. અમે પ્યોર કન્ઝ્યુમર બ્રાન્ડ છીએ. અમે દુનિયાની નંબર 1 બ્રાન્ડ ‘માર્લબોરો’ (Marlboro) નું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ, જે ગ્લોબલ માર્કેટમાં સૌથી મોટી બ્રાન્ડ છે.”


આ પણ વાંચો: ક્રિકેટમાં આજે પણ થાય છે મેચ ફિક્સિંગ, IPL ના પૂર્વ કમિશનર લલિત મોદીનો સનસનાટીપૂર્ણ દાવો

આ પણ વાંચો:7 વર્ષની ઉંમરે શરૂ થયેલી મહેનત, 15માં IPLનો સ્ટાર, જાણો બોસ બેબીની પ્રેરણાદાયક સફર

આ પણ વાંચો:ભારત-ન્યૂઝીલેન્ડ શ્રેણીનું શેડ્યૂલ જાહેર, 7 વર્ષ બાદ રમાશે 5 ODI, વર્લ્ડ કપ 2027ની તૈયારી શરૂ