મુંબઈના સમુદ્ર તટો પર બ્લુ બોટલ જેલીફિશ જોવા મળી રહી છે. છેલ્લા બે દિવસમાં આ જેલીફિશના ડંખ મારવાથી 150થી વધુ લોકો ઘાયલ થયા છે. વળી, પ્રશાસને લોકોને સમુદ્ર તટો થી દૂર રહેવાની સલાહ આપી છે. શહેરના જુહૂ, અક્સા અને ગોરેગાંવ ચોપાટીના બીચ પર આવી જેલીફિશ વધારે સંખ્યામાં છે. આ કારણે લોકોમાં ભયનો માહોલ છે. આમના દ્વારા ડંખ મારવાથી દર્દ અને ખંજવાળ આવે છે.

જુહૂ બીચ સ્થિત એક દુકાનદારે જણાવ્યું કે જયારે આ ફિશ કોઈને ડંખ મારે છે તો ત્યાં લીંબુ લગાવવામાં આવે છે. જેનાથી લોકોને દર્દમાં રાહત મળે છે. જુહૂ બીચ પર 150 થી વધુ લોકોને ડંખ મારવાની ફરિયાદ છે. અક્સા, વર્સોવા અને ગિરગાંવ બીચ પરથી પણ આવી ફરિયાદો મળી રહી છે. સ્થાનિક લોકોનું કહેવાનું છે કે જેલીફિશ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં મુંબઈના તટો પર જોવા મળે છે. પરંતુ આ વર્ષે વધારે સંખ્યામાં છે. અમે અહીં ફરતા લોકોને બીચના પાણીમાં ના જવાની સલાહ આપી છે.
