Not Set/ #પૂર પ્રકોપ : યુપી-બિહાર-ઝારખંડમાં હાહાકાર, 100 થી વધુ લોકોનાં મોત, લાખો બેઘર

ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ, ત્રણેય રાજ્યોમાં તીવ્ર પૂરની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. સ્કૂલ કોલેજ બંધ, હોસ્પિટલમાં વિકારના ભયાનક દ્રશ્યને કારણે આંખો ફાટી જાઈ છે. રાજ્યોના વહીવટી વિભાગો અને સરકારોએ પૂરગ્રસ્ત વિસ્તારમાં 24 કલાક માટે એલર્ટ જારી કર્યું છે. સતત વરસાદને કારણે પૂરની સમસ્યાનું નિદાન દેખાતું નથી. ત્રણ રાજ્યોમાં 100 થી વધુ લોકોએ […]

Top Stories
ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ, ત્રણેય રાજ્યોમાં તીવ્ર પૂરની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. સ્કૂલ કોલેજ બંધ, હોસ્પિટલમાં વિકારના ભયાનક દ્રશ્યને કારણે આંખો ફાટી જાઈ છે. રાજ્યોના વહીવટી વિભાગો અને સરકારોએ પૂરગ્રસ્ત વિસ્તારમાં 24 કલાક માટે એલર્ટ જારી કર્યું છે. સતત વરસાદને કારણે પૂરની સમસ્યાનું નિદાન દેખાતું નથી. ત્રણ રાજ્યોમાં 100 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. ઘણા ઘરવિહોણા થઈ ગયા છે અને ઘણા તેમના પ્રિયજનોથી છૂટા પડી ગયા છે.
પૂરથી પ્રભાવિત વિસ્તારોમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢેલા લોકો પૂરની છાવણીમાં રાહતની રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આવતા એકથી બે દિવસ આ સમસ્યા ગંભીર રહેશે. વરસાદ અટકે તે પછી જ જોખમના ચિન્હથી ઉપર વહેતી નદીઓનું પાણીનું સ્તર નીચે જવાની ધારણા છે. ત્રણ રાજ્યોમાં પૂરને કારણે થયેલા નુકસાનની સંખ્યા અનેક કરોડ સુધી પહોંચી ગઈ છે.
વહીવટતંત્ર અને સરકાર દ્વારા પૂર રાહતની રકમ જાહેર કરવામાં આવી છે, પરંતુ તે પૂરથી પ્રભાવિત લોકોના નુકસાનની ભરપાઇ કરી શકશે નહીં. પૂરથી આ ત્રણેય રાજ્યોના અસરગ્રસ્ત લોકોને આજેય પણ દુ:ખદ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click 👇 👇 https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.