Vadodara News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) વડોદરાના પ્રવાસમાં રોડ શો પછી સી-295 એરક્રાફ્ટ (C-295 Aircraft) ના કોમ્પ્લેક્સનું ઉદઘાટન કર્યુ છે. આમ યુરોપની બહાર પહેલી જ વખત એરક્રાફ્ટનું ઉત્પાદન શરૂ થવા જઈ રહ્યુ છે. ભારતની ટાટા (Tata) કોન્સોર્ટિયમ અને એરબસ બંને સાથે મળીને આ ઉત્પાદન કરશે. જો કે તમામ પાર્ટ્સ લગાવવાનું અને પ્લેનના પરીક્ષણથી લઈને ડિલિવરી સુધીનું કામ ટાટા જ કરશે.
વડોદરામાં C-295 એરક્રાફ્ટ નિર્માણના કોમ્પલેક્સના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે આ ભારત-સ્પેનની દોસ્તીનો નવો અધ્યાય છે. ભારતમાં મેન્યુફેકચરિંગ ક્ષેત્ર નવી ઊંચાઇએ પહોંચશે. આ સાથે જ તેમણે આ પ્રસંગે સ્વર્ગસ્ત રતન ટાટાને યાદ કર્યા. તેમણે કહ્યુ કે અત્યારે રતન ટાટા જીવિત હોત તો આ પ્રોજેક્ટની શરુઆત થતા સૌથી વધુ ખુશ હોત. તેમણે ટાટાની સમગ્ર ટીમને અભિનંદન પણ પાઠવ્યા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (28 ઓક્ટોબરે) વડોદરામાં સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ (Pedro Sanchez) સાથે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) કેમ્પસ ખાતે C-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું સંયુક્તપણે ઉદ્ઘાટન કર્યુ છે .C295 એરક્રાફ્ટ એક લશ્કરી વિમાન છે, જેનું ઉત્પાદન ભારતના એરોસ્પેસ ઉદ્યોગને મજબૂત બનાવશે અને દેશને આત્મનિર્ભરતાની દિશામાં લઈ જશે.
#WATCH | Gujarat: Prime Minister Narendra Modi and President of the Government of Spain, Pedro Sanchez, jointly inaugurate the TATA Aircraft Complex for manufacturing C-295 aircraft at TATA advanced systems limited (TASL) Campus in Vadodara
A total of 56 aircraft are there under… pic.twitter.com/gKBZVI5aer
— ANI (@ANI) October 28, 2024
24 સપ્ટેમ્બર, 2021ના રોજ ભારતીય સંરક્ષણ મંત્રાલયે ભારતીય વાયુસેના (IAF) માટે 56 C295 મીડિયમ ટેક્ટિકલ લિફ્ટ એરક્રાફ્ટની ખરીદી માટે એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ, સ્પેન સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર અનુસાર, ટાટા એડવાન્સ સિસ્ટમ્સ (TASL, TCS સાથે ટાટા કન્સોર્ટિયમમાં લીડ તરીકે કામ કરે છે) MoD/IAF માટે એક ભારતીય એરક્રાફ્ટ કોન્ટ્રાક્ટર (IAC) છે અને તે ભારતમાં 56 એરક્રાફ્ટમાંથી 40નું નિર્માણ અને વિતરણ કરશે.
પ્રથમ 16 એરક્રાફ્ટ સ્પેનમાં એરબસ દ્વારા બનાવવામાં આવશે અને ફ્લાય-અવે તરીકે IAFને સપ્લાય કરવામાં આવશે. આમાંથી પહેલા 6 એરક્રાફ્ટ IAFને સોંપી દેવામાં આવ્યા છે.
આ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ભારતીય હવાઈદળના એવરો-748નું સ્થાન લેશે. આ પ્રોજેક્ટ 22 હજાર કરોડ રૂપિયાનો છે અને બે વર્ષ પહેલા તેનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં મૃત્યુ પામેલા ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાનો આ ડ્રીમ પ્રોજેક્ટ હતો. આ પ્રોજેક્ટના લીધે 15 હજારથી વધુ લોકોને પ્રત્યક્ષ રોજગારી મળશે. પછી ટાટાની ફેક્ટરી 2026થી 2031 દરમિયાન 40 પ્લેન પૂરા પાડશે
તેની સાથે સાણંદમાં ટાટાની નેનોના આગમનના પગલે તે જેમ ઓટો હબ બની ગયું આ જ રીતે વડોદરા પણ ટાટાની ફેક્ટરીના આગમનના પગલે એવિયેશન હબ બની જાય તો નવાઈ નહી લાગે. તેની આસપાસ તેને સંલગ્ન અનેક ઉદ્યોગો વિકસી શકે તેવી પૂરેપૂરી સંભાવના છે. વડોદરા આગામી દિવસોમાં ભારતમાં વિમાન ઉદ્યોગના વિકાસનું મોટું કેન્દ્ર બની શકે છે. ટાટા દ્વારા શરૂ કરવામાં આવનારી ફેક્ટરી પાશેરામાં પહેલી પૂણી છે. તેના પછી આગામી દિવસોમાં પેસેન્જર પ્લેનથી લઈને મિલિટરી એરક્રાફ્ટનું ઉત્પાદન પણ ભારતમાં જ કરવામાં આવનાર છે.
આ પણ વાંચોઃ પીએમ મોદી અને પેડ્રો સાંચેઝ અંગેના રોડશોને લઈને વડોદરામાં 33 સ્થળોએ ડાયવર્ઝન
આ પણ વાંચોઃ મોડી રાત્રે સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેજ અને તેમના પત્નીનું વડોદરા એરપોર્ટ પર આગમન
આ પણ વાંચોઃ વડોદરામાં પીએમ મોદી અને સ્પેનના પ્રેસિડેન્ટનો રોડ શો