Mehsana News: હવામાન વિભાગ દ્વારા મહેસાણા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવતા જિલ્લા વહીવટી તંત્રએ વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તા. 1 ઓગસ્ટ, 2026ના રોજ મહેસાણા જિલ્લાના તમામ શાળા (Mehsana School Holiday)ઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખીને જાહેર રજા જાહેર કરવામાં આવી છે.
જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા સંયુક્ત રીતે બહાર પાડવામાં આવેલા સત્તાવાર પરિપત્રમાં આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે.
Mehsana School Holiday: સરકારી અને ખાનગી તમામ શાળાઓ માટે આદેશ લાગુ
જારી કરાયેલા આદેશ મુજબ જિલ્લાની તમામ સરકારી, અનુદાનિત (ગ્રાન્ટેડ) તેમજ ખાનગી (સ્વનિર્ભર) પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા (Mehsana School Holiday)ઓમાં વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રહેશે. આ નિર્ણય જિલ્લાના તમામ શૈક્ષણિક સંસ્થાઓ માટે સમાન રીતે અમલમાં રહેશે.
વિદ્યાર્થીઓની સલામતીને પ્રથમ પ્રાથમિકતા
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી અને સંભવિત ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓના જીવ અને સુરક્ષાને પ્રાથમિકતા આપતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.જિલ્લા શિક્ષણ વિભાગે શાળા (Mehsana School Holiday) સંચાલકો અને વાલીઓને આ નિર્ણયનું પાલન કરવા તેમજ વિદ્યાર્થીઓને અનાવશ્યક બહાર ન મોકલવા અપીલ કરી છે.
તંત્રે સાવચેતી રાખવા કરી અપીલ
જિલ્લા વહીવટી તંત્રએ નાગરિકોને ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવા, હવામાન વિભાગ અને જિલ્લા તંત્ર દ્વારા આપવામાં આવતી અધિકૃત સૂચનાઓનું પાલન કરવા તેમજ જરૂરી સાવચેતી રાખવા અનુરોધ કર્યો છે.
આ પણ વાંચો:રેડ એલર્ટ વચ્ચે ભાવનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, 1 ઓગસ્ટે શાળા-કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ
આ પણ વાંચો:ઓરેન્જ એલર્ટ વચ્ચે ગોધરામાં ધોધમાર વરસાદ, ગરમીથી લોકોને રાહત
આ પણ વાંચો:ભારે વરસાદને લઈને તંત્ર એલર્ટ, સુરતમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી 1,117 લોકોનું સ્થળાંતર
