Bhavnagar Rain News/ રેડ એલર્ટ વચ્ચે ભાવનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, 1 ઓગસ્ટે શાળા-કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ

ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટ (Bhavnagar Red Alert) વચ્ચે ભારે વરસાદની આગાહી બાદ 1 ઓગસ્ટે તમામ આંગણવાડી, શાળા, ટ્યુશન અને કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. SDRF ટીમ તૈનાત અને તંત્ર એલર્ટ મોડમાં છે.

Top Stories Gujarat Others Breaking News
Bhavnagar Red Alert: ભારે વરસાદની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લામાં સ્કૂલ-કોલેજો બંધ

Bhavnagar Rain News: ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા રેડ એલર્ટ (Bhavnagar Red Alert) વચ્ચે ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. શહેરમાં અડધો ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે ઘોઘા તાલુકામાં અંદાજે એક ઈંચ વરસાદ વરસ્યો છે. જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ નોંધાતા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે.

વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ બંસલ દ્વારા 1 ઓગસ્ટ, 2026ના રોજ જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રો, સરકારી, અનુદાનિત અને ખાનગી પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, ટ્યુશન ક્લાસ અને કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે શિક્ષકો, આચાર્યો અને અન્ય કર્મચારીઓએ નિયમિત હાજર રહી વહીવટી કામગીરી બજાવવાની રહેશે.

Bhavnagar Red Alert વચ્ચે તંત્ર સંપૂર્ણ સજ્જ

બંગાળના ઉપસાગરમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમના કારણે આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટ (Bhavnagar Red Alert) જાહેર કરવામાં આવ્યું છે.જિલ્લા અને તાલુકા કક્ષાએ 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. સંભવિત આપત્તિને પહોંચી વળવા તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. તાલુકા કક્ષાએ તલાટી સહિતના તમામ કર્મચારીઓને હેડક્વાર્ટર પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.

Bhavnagar Red Alert: SDRF ટીમ તૈનાત, નાગરિકોને સાવચેતી રાખવાની અપીલ

રાજ્ય સરકાર દ્વારા ભાવનગર જિલ્લામાં એક સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની ટીમ તૈનાત કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્રે જણાવ્યું છે કે કોઈપણ આપત્તિજનક સ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ માટે તમામ વ્યવસ્થાઓ તૈયાર રાખવામાં આવી છે.કલેક્ટર ડૉ. મનીષ બંસલે નાગરિકોને અપીલ કરી છે કે ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળે, પાણી ભરાયેલા માર્ગો, નાળા અને કોઝવે પરથી પસાર ન થાય તેમજ વીજળી અને તેજ પવન દરમિયાન વૃક્ષો અથવા જોખમી સ્થળો નજીક આશરો ન લે.

Bhavnagar Red Alert: જિલ્લામાં નોંધાયેલ વરસાદ

સવારના 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી જિલ્લામાં નોંધાયેલ વરસાદ મુજબ:

ઘોઘા – 23 મિમી

ભાવનગર – 13 મિમી

સિહોર – 10 મિમી

તળાજા – 10 મિમી

ગારીયાધાર – 8 મિમી

પાલીતાણા – 7 મિમી

મહુવા – 7 મિમી

જેસર – 7 મિમી

વલ્લભીપુર – 6 મિમી

ઉમરાળા – 6 મિમી

જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાતા હવામાનમાં ઠંડક પ્રસરી છે.


આ પણ વાંચો:ગુજરાતમાં ફરી મેઘમહેર: સુરત-ભાવનગરમાં ધોધમાર વરસાદ, બે સક્રિય સિસ્ટમથી 57 તાલુકામાં વરસાદ

આ પણ વાંચો:ગુજરાતમાં 24 કલાકમાં 52 તાલુકામાં વરસાદ ભાવનગર અને ઉમરપાડામાં 2 ઇંચ વરસાદ નોંધાયો

આ પણ વાંચો:ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, સૌરાષ્ટ્રમાં વરસાદ, અમરેલી-ભાવનગરમાં વાવાઝોડાની શક્યતા