Bhavnagar News/ ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસ: 4 વિદ્યાર્થીઓની સજામાં ઘટાડો, નિર્દોષ જાહેર કરાયા નથી – કુલપતિ

ભાવનગર મેડિકલ કોલેજના રેગિંગ કેસ (Bhavnagar Medical College Ragging)માં સંડોવાયેલા ચાર વિદ્યાર્થીઓની સજામાં ઘટાડો કરવામાં આવ્યો છે. એમકેબી યુનિવર્સિટીએ સ્પષ્ટ કર્યું છે કે વિદ્યાર્થીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ તેમની કારકિર્દી અને ઇન્ટર્નશિપને ધ્યાનમાં રાખીને સજાનો સમયગાળો પૂરતો ગણવામાં આવ્યો છે.

Top Stories Gujarat Others Breaking News
Bhavnagar Medical College Ragging: કારકિર્દી બચાવવા સજામાં ઘટાડો

Bhavnagar News: માર્ચ 2025માં ભાવનગર સરકારી મેડિકલ કોલેજમાં બનેલી રેગિંગ (Bhavnagar Medical College Ragging)ની ગંભીર ઘટનામાં સંડોવાયેલા ચાર વિદ્યાર્થીઓને લઈને એમકેબી યુનિવર્સિટીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને નિર્દોષ જાહેર કર્યા નથી, પરંતુ તેઓ પહેલેથી ભોગવી ચૂકેલી સજાને પૂરતી માની તેમની બાકીની ઇન્ટર્નશિપ પૂર્ણ કરવાની મંજૂરી આપી છે.

કુલપતિએ શું કહ્યું?

એમકેબી યુનિવર્સિટીના કુલપતિ ડૉ. બી.બી. રામાનુજે જણાવ્યું કે રેગિંગ (Bhavnagar Medical College Ragging)ની ઘટના બાદ કોલેજની એન્ટી-રેગિંગ કમિટીએ ચાર વિદ્યાર્થીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી કરી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં અપીલ કરી હતી.

પ્રક્રિયામાં કેટલીક ખામીઓ જણાતા યુનિવર્સિટીએ કોલેજને ફરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. બાદમાં મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. કોર્ટના નિર્દેશ મુજબ વિદ્યાર્થીઓ અને કોલેજના ડીનની રજૂઆત સાંભળીને સમગ્ર કેસની ફરી સમીક્ષા કરવામાં આવી હતી.

Bhavnagar Medical College Ragging: સજામાં ઘટાડો શા માટે?

કુલપતિએ જણાવ્યું કે નેશનલ મેડિકલ કમિશન (NMC) ના નિયમો અનુસાર મેડિકલ ઇન્ટર્નશિપ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવી જરૂરી છે. સંબંધિત ચાર વિદ્યાર્થીઓ પહેલેથી જ અંદાજે 1 વર્ષ અને 3થી 4 મહિનાની સજા ભોગવી ચૂક્યા છે. જો તેમને વધુ સમય સુધી સસ્પેન્ડ રાખવામાં આવે તો તેઓ ઇન્ટર્નશિપ પૂર્ણ કરી શકશે નહીં અને તેમની મેડિકલ કારકિર્દી ગંભીર રીતે પ્રભાવિત થઈ શકે. આથી યુનિવર્સિટીએ બાકી રહેલી સજાને પૂરતી માની તેમને ઇન્ટર્નશિપ પૂર્ણ કરવાની તક આપી છે.

રેગિંગને કોઈ સમર્થન નથી

યુનિવર્સિટીએ સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણયનો અર્થ વિદ્યાર્થીઓને નિર્દોષ જાહેર કરવાનો નથી. રેગિંગ (Bhavnagar Medical College Ragging)  એક ગંભીર સામાજિક દૂષણ છે અને તેને કોઈપણ સંજોગોમાં સ્વીકારી શકાય નહીં. આ નિર્ણય માત્ર શિસ્ત અને વિદ્યાર્થીઓના ભવિષ્ય વચ્ચે સંતુલન જાળવવાના હેતુથી લેવામાં આવ્યો છે.

શું હતી સમગ્ર ઘટના?

માર્ચ 2025માં ભાવનગર સરકારી મેડિકલ કોલેજમાં ચાર સિનિયર વિદ્યાર્થીઓ પર બે જુનિયર વિદ્યાર્થીઓ સાથે રેગિંગ કરવાનો આરોપ લાગ્યો હતો.

આરોપ મુજબ સિનિયર વિદ્યાર્થીઓએ જુનિયરોને રૂમમાં બોલાવી અપશબ્દો બોલ્યા હતા, મારપીટ કરી હતી તેમજ મોબાઇલ ફોનનો પાસવર્ડ માંગીને વ્યક્તિગત માહિતી વાયરલ કરવાની ધમકી આપી હતી.

આ ઘટનાની તપાસ બાદ કોલેજની એન્ટી-રેગિંગ કમિટીએ નરેશ ચૌધરી, મન પટેલ, પિયુષ ચૌહાણ અને મિલન કાકલોતર સામે બે વર્ષ માટે સસ્પેન્શન સહિતની કાર્યવાહી કરી હતી.હવે યુનિવર્સિટીના નવા નિર્ણય બાદ ચારેય વિદ્યાર્થીઓ પોતાની બાકી રહેલી ઇન્ટર્નશિપ પૂર્ણ કરી શકશે.


આ પણ વાંચો:ભાવનગર સર ટી હોસ્પિટલ રેગિંગ કેસ: 6 મેડિકલ વિદ્યાર્થીઓ સસ્પેન્ડ, પોલીસ ફરિયાદની તૈયારી

આ પણ વાંચો:અમદાવાદની એમ.કે. શાહ મેડિકલ કોલેજમાં રેગિંગનો વિવાદ, ડીને રચી 3 સભ્યોની તપાસ સમિતિ

આ પણ વાંચો:રેગિંગ દુષ્પ્રવૃત્તિઃ સુપ્રીમ કોર્ટ ત્રાટકી, બે વર્ષમાં 51નાં મોત