New Delhi News : ઈરાને (Iran)પોતાના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેની (Ayatollah Ali Khamenei)ના અંતિમ સંસ્કાર માટે ભારતને સત્તાવાર આમંત્રણ પાઠવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ આમંત્રણમાં શાસક પક્ષ અને વિપક્ષ બંનેને સ્થાન આપતા ભાજપના નેતા નીતિન નવીન અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પણ આમંત્રણ આપવામાં આવ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ પગલાને બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોને વધુ મજબૂત બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત સરકાર તરફથી વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિતા અને બિહારના રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) સૈયદ અતા હસનૈન તેહરાનમાં યોજાનારા શોક સમારોહમાં હાજરી આપી શકે છે. જોકે, ભારત સરકારે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.
વડા પ્રધાન મોદીને પણ આમંત્રણ

અહેવાલો અનુસાર, ઈરાન (Iran)ના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Mod)ને પણ અંતિમ સંસ્કારમાં હાજરી આપવા આમંત્રણ પાઠવ્યું છે. જોકે, હાલની સ્થિતિમાં વડા પ્રધાન વ્યક્તિગત રીતે હાજરી આપે તેવી શક્યતા ઓછી માનવામાં આવી રહી છે. ભારતનું પ્રતિનિધિમંડળ કયા સ્તરે હાજરી આપશે તે અંગે અંતિમ નિર્ણય બાકી છે.
અનેક દેશોના પ્રતિનિધિઓ રહેશે હાજર
ઈરાને (Iran)ચીન, રશિયા, પાકિસ્તાન, કતાર સહિત અનેક દેશોના ટોચના નેતાઓ અને પ્રતિનિધિઓને આમંત્રણ આપ્યું છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે પણ પોતાના દેશ તરફથી સત્તાવાર પ્રતિનિધિમંડળ મોકલવાની જાહેરાત કરી છે. આ સમારોહને મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય રાજદ્વારી કાર્યક્રમ તરીકે જોવામાં આવી રહ્યો છે.
4થી 9 જુલાઈ સુધી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ
ઈરાન (Iran)ના સરકારી મીડિયા અનુસાર, 4થી 9 જુલાઈ દરમિયાન તેહરાન, કોમ અને મશહદમાં વિવિધ શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાશે. 9 જુલાઈના રોજ આયાતુલ્લાહ અલી ખામેની (Ayatollah Ali Khamenei)ને ઇમામ રેઝા દરગાહ ખાતે દફનાવવામાં આવશે. અગાઉ પ્રાદેશિક તણાવ અને સુરક્ષા કારણોસર અંતિમ સંસ્કારની તારીખ આગળ ધપાવવામાં આવી હતી.
