World News/ હવે યુદ્ધ જમીન પર નહીં, અંતરિક્ષમાં? અમેરિકાના ખુલાસાથી ખળભળાટ

US Space Weapons: અમેરિકાના Air Force Secretary Troy Meinkએ પહેલીવાર જાહેરમાં સ્વીકાર્યું છે કે U.S. Space Force પાસે પૃથ્વીની કક્ષામાં હથિયારો છે. આ હથિયારો કયા પ્રકારના છે, કેટલા છે અને તેમનો હેતુ શું છે? વધુ વાંચો

World Mantavya Vishesh
US Space Weapons: અમેરિકાનો મોટો ખુલાસો! અંતરિક્ષમાં હથિયારો તૈનાત

International News: જરા કલ્પના કરો આપણે અહીં પૃથ્વી પર બેઠા છીએ અને આપણા માથાથી હજારો કિલોમીટર ઉપર, Spaceમાં કોઈ દેશે Weapon તૈનાત (US Space Weapons) કરી દીધાં છે.હવે સવાલ એ છે. શું હવે પૃથ્વી પરનું યુદ્ધ આકાશમાંથી શરૂ થશે? શું આવનારા સમયમાં દુશ્મનના સૈનિકો નહીં પરંતુ તેના Satelliteને પહેલા નિશાન બનાવવામાં આવશે?

US Space Weapons: આકાશની ઉપર શું છુપાવ્યું છે અમેરિકાએ?

અમેરિકાએ પહેલીવાર જાહેરમાં સ્વીકાર્યું છે કે તેની પાસે પૃથ્વીની કક્ષામાં એવા Space Weapons છે, જે જરૂર પડ્યે દુશ્મનના હુમલાથી અમેરિકી સૈનિકો અને તેની Space વ્યવસ્થાને બચાવવા માટે ઉપયોગમાં લઈ શકાય છે.પરંતુ આ ખુલાસામાં સૌથી ચોંકાવનારી વાત Weapons તૈનાત કરવામાં આવ્યા એ નથી.ચોંકાવનારી વાત એ છે કે અમેરિકા હજુ કહી રહ્યું નથી કે…આ Weapons છે કયા? કેટલા છે? ક્યારે Spaceમાં મોકલવામાં આવ્યા? તે કેવી રીતે કામ કરે છે? અને તેમની શક્તિ કેટલી છે? આ બધું હજુ ગુપ્ત રાખવામાં આવ્યું છે.

આ વાત અમેરિકાના વાયુસેના સચિવ ટ્રોય મીંક (Air Force Secretary Troy Meink) એ કહી છે. 14 સપ્ટેમ્બર 2026ના રોજ અમેરિકાના Air, Space & Cyber Conference દરમિયાન આપેલા પોતાના મુખ્ય સંબોધનમાં Meinkએ પહેલીવાર જાહેરમાં સ્વીકાર્યું કે U.S. Space Force પાસે પૃથ્વીની કક્ષામાં “on-orbit space control weapons” છે, જે દુશ્મનના હુમલાથી અમેરિકી સૈન્યને બચાવવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. જોકે તેમણે આ Weapons કયા પ્રકારના છે, કેટલા છે અથવા ક્યારે Spaceમાં તૈનાત કરવામાં આવ્યા હતા તેની કોઈ માહિતી જાહેર કરી નથી.

અને બસ…અહીંથી દુનિયા સામે એક મોટો સવાલ ઊભો થાય છે…શું Spaceમાં હવે નવી Weapons Race શરૂ થઈ ગઈ છે? આજે યુદ્ધ માત્ર જમીન, સમુદ્ર અને આકાશમાં નથી લડાતું. Satellite આધુનિક યુદ્ધની આંખ અને કાન બની ગયા છે. સેના એકબીજા સાથે સંપર્ક કરવા, દુશ્મનની હિલચાલ પર નજર રાખવા, માર્ગ શોધવા અને Missileની જાણકારી મેળવવા માટે Satellite પર આધાર રાખે છે. એટલે જો કોઈ દેશ દુશ્મનના Satelliteને નિષ્ક્રિય કરી દે…તો કદાચ એક પણ સૈનિકની સરહદ પર પહોંચ્યા વગર પણ તેની સૈન્ય વ્યવસ્થાને મોટો ઝટકો આપી શકાય.

અને હવે સૌથી મોટો સવાલ…શું Spaceમાંથી સીધી પૃથ્વી પર Missile વરસશે?અત્યારે તેનો કોઈ જાહેર પુરાવો નથી.અમેરિકાએ એવું પણ કહ્યું નથી કે તેની કક્ષામાં રહેલા Weapons પૃથ્વી પર હુમલો કરવા માટે છે.પરંતુ ચિંતા બીજી છે.જો કોઈ દેશ બીજા દેશના Satelliteને નુકસાન પહોંચાડે, તેમની Communication વ્યવસ્થા રોકે, અથવા તેમની નજર અને Navigation વ્યવસ્થા ખોરવી નાખે…તો યુદ્ધનો પહેલો હુમલો કદાચ જમીન પર નહીં…Spaceમાં થઈ શકે છે.અને તેની અસર માત્ર સૈનિકો સુધી નહીં રહે. તમારા Mobileથી લઈને વિમાનના Navigation સુધી…જહાજોથી લઈને Weather Forecast સુધી…અને અનેક મહત્વની સેવાઓમાં Satelliteની ભૂમિકા છે.એટલે Spaceમાં મોટો સંઘર્ષ થાય તો તેની અસર પૃથ્વી પર રહેતા સામાન્ય માણસ સુધી પણ પહોંચી શકે છે.

અમેરિકા લાંબા સમયથી રશિયા અને ચીનની વધતી Space Military Powerને લઈને ચિંતા વ્યક્ત કરતું આવ્યું છે.અમેરિકાનો દાવો છે કે રશિયા એવી Technology વિકસાવી રહ્યું છે, જેનાથી બીજા દેશોના Satelliteને નુકસાન પહોંચાડી શકાય.રશિયા આવા અનેક આરોપોને નકારી ચૂક્યું છે.બીજી તરફ ચીન પણ ઝડપથી પોતાની Space Capability વધારી રહ્યું છે.અને હવે જ્યારે અમેરિકા પહેલીવાર જાહેરમાં કહી રહ્યું છે કે તેની પાસે Spaceમાં Weapons છે…તો સવાલ એ છે કે…ચીન અને રશિયા હવે શું કરશે?

કારણ કે એક દેશ પોતાની સુરક્ષા માટે Weapons વધારે…બીજો દેશ તેને પોતાના માટે ખતરો માનીને વધુ Weapons બનાવે…અને પછી પહેલો દેશ ફરી પોતાની શક્તિ વધારે…આ રીતે શરૂ થાય છે Weapons Race.પરંતુ અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે.1967ની આંતરરાષ્ટ્રીય અવકાશ સંધિ હેઠળ પૃથ્વીની કક્ષામાં Nuclear Weapons અથવા સામૂહિક વિનાશના Weapons મૂકવા પર પ્રતિબંધ છે. પરંતુ Spaceમાં દરેક પ્રકારના Conventional Weapons પર સંપૂર્ણ પ્રતિબંધ નથી.

એટલે અમેરિકાએ Weapons તૈનાત કર્યા હોવાનું સ્વીકાર્યું છે એટલે તેણે સંધિ તોડી જ છે એવું સીધું કહી શકાય નહીં. આ Weapons ખરેખર કયા પ્રકારના છે, તેની સંપૂર્ણ માહિતી બહાર આવશે ત્યારે જ તેની કાયદાકીય સ્થિતિ સ્પષ્ટ થશે.અને અમેરિકા અહીં અટકવાનું પણ નથી. રાષ્ટ્રપતિ ટ્રમ્પની સરકાર Space-Based Missile Interceptor જેવી વ્યવસ્થા પર પણ કામ કરી રહી છે.એટલે અમેરિકાની નજર હવે માત્ર જમીન, સમુદ્ર અને આકાશ પર નથી…Space પણ આગામી યુદ્ધની તૈયારીનો મહત્વનો ભાગ બની રહ્યું છે.

તો હવે સવાલ એ નથી કે Spaceમાં Weapons Race શરૂ થશે કે નહીં…સવાલ એ છે કે…આ Race કેટલી આગળ જશે?
શું આવનારા યુદ્ધમાં પહેલો હુમલો કોઈ દેશની જમીન પર નહીં…પરંતુ તેના Satellite પર થશે?અને જો એવું થયું…તો યુદ્ધ કદાચ Spaceમાં લડાશે…પણ તેની અસર આપણી પૃથ્વી પર પડશે.


આ પણ વાંચો: ચીન અને અમેરિકા વચ્ચે જાસૂસી પર ટ્રમ્પનું વલણ

આ પણ વાંચો: AIની રફતાર ઘટાડવાના પક્ષમાં નથી ટ્રમ્પ, કહ્યું- ચીન સામેની ટેક રેસમાં અમેરિકા પાછળ નહીં રહે

આ પણ વાંચો: નવી દિલ્હીમાં ઈરાન-UAE નેતાઓની ઐતિહાસિક મુલાકાત; મધ્યસત્ર ચૂંટણીઓ બાદ યુદ્ધવિરામનો ટ્રમ્પનો સંકેત