India Canada news/ ભારત સાથેના વિવાદ વચ્ચે કેનેડાએ પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી

ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કેનેડાએ મંગળવારે  તેના નાગરિકો માટે એક એડવાઈઝરી જારી કરી હતી.

India Breaking News

ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કેનેડાએ મંગળવારે  તેના નાગરિકો માટે એક એડવાઈઝરી જારી કરી હતી. જેમાં કેનેડાએ તેના દેશના લોકોને જમ્મુ-કાશ્મીરની યાત્રા ન કરવા જણાવ્યું છે.કેનેડાએ તેની પાછળ સુરક્ષાને કારણ ગણાવ્યું છે. અપડેટ એડવાઈઝરીમાં લખવામાં આવ્યું છે કે, જમ્મુ અને કાશ્મીર ન જાવ કારણ કે અહીં આતંકવાદ, ઉગ્રવાદ, નાગરિક અશાંતિ અને અપહરણનો ખતરો છે.

કેનેડાએ આ એડવાઈઝરી એવા સમયે જારી કરી છે જ્યારે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું છે કે નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હતા. તેમજ ભારતીય રાજદ્વારીને દેશમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.કેનેડાના આ ઉશ્કેરણીજનક પગલા પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે અને આરોપોને વાહિયાત ગણાવ્યા છે. કેનેડાના એક વરિષ્ઠ રાજદ્વારીને પણ હાંકી કાઢવામાં આવ્યા છે. ભારતની જવાબી કાર્યવાહી બાદ મંગળવારે જ ટ્રુડોનું નિવેદન આવ્યું છે.

કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે ભારત સરકારે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લેવાની જરૂર છે. મકહ્યું, અમે આ કરી રહ્યા છીએ. અમે ઉશ્કેરણી કે તણાવ વધારવાનો પ્રયાસ નથી કરી રહ્યા. ,ટ્રુડોએ વધુમાં કહ્યું કે અમે દરેક બાબતની સ્પષ્ટતા કરવા અને યોગ્ય પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર સાથે કામ કરવા માંગીએ છીએ. કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના સરેમાં ગુરુદ્વારાની બહાર 18 જૂને બે અજાણ્યા બંદૂકધારીઓએ નિજ્જરની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.