canada pm statement/ વિરાટ કોહલી અને boAt કંપનીએ કેનેડિયન સિંગર સામે ઉઠાવ્યું આ કદમ,જાણો

ટ્રુડોએ કેનેડાની સંસદમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો.

Top Stories Sports
9 16 વિરાટ કોહલી અને boAt કંપનીએ કેનેડિયન સિંગર સામે ઉઠાવ્યું આ કદમ,જાણો

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પોતાના નિવેદનને લઈને ચર્ચામાં છે. ટ્રુડોએ કેનેડાની સંસદમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલે વિરાટ કોહલીએ પોતાના ફેવરીટ સિંગરને અનફોલો કરી દીધો હતો. ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ boAt એ કહ્યું કે તેણે ભારતમાં શુભનીત સિંહની ઇવેન્ટની તેની સ્પોન્સરશિપ પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે.

મંગળવારે boAt એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આની જાહેરાત કરી. શુભ તરીકે પ્રખ્યાત આ 26 વર્ષીય સિંગર 23 થી 25 સપ્ટેમ્બર દરમિયાન મુંબઈમાં કોર્ડેલિયા ક્રૂઝ પર પરફોર્મ કરવા જઈ રહ્યો છે. તે દિલ્હી, બેંગલુરુ અને હૈદરાબાદ જેવા શહેરોમાં પ્રદર્શન સાથે દેશભરમાં પ્રવાસે જવાનો છે. મુંબઈમાં તેના નિર્ધારિત કાર્યક્રમ પહેલા ગાયકને ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ પણ તેને અનફોલો કરવા માટે બટન દબાવ્યું છે. રિપોર્ટમાં એવું પણ સામે આવ્યું છે કે વિરાટ કોહલીએ શુભને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધો છે. શુભ એક સમયે કોહલીનો ફેવરિટ સિંગર હતો. તેમને તેમની ઘણી પોસ્ટ લાઈક કરી હતી. જોકે, આ વિવાદ બાદ તેણે શુભને અનફોલો કરી દીધો છે.BoAt એ શુભના પ્રોગ્રામ વિશે કહ્યું – અમે સૌથી પહેલા અને સૌથી મહત્વની સાચી ભારતીય બ્રાન્ડ છીએ. તેથી જ્યારે અમને આ વર્ષની શરૂઆતમાં શુભ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ વિશે જાણ થઈ, ત્યારે અમે પ્રવાસમાંથી અમારી સ્પોન્સરશિપ પાછી ખેંચી લેવાનું નક્કી કર્યું. ઉલ્લેખનીય છે કે ભારતે કેનેડાના વરિષ્ઠ રાજદ્વારીને હાંકી કાઢવાનો નિર્ણય લીધો છે